DC vs RR : દિલ્હીનો વિજય, રાજસ્થાન પ્લેઓફની દોડમાંથી બહાર

News18 Gujarati
Updated: May 4, 2019, 7:25 PM IST
DC vs RR : દિલ્હીનો વિજય, રાજસ્થાન પ્લેઓફની દોડમાંથી બહાર
રિયાન પરાગના 50 રન, ઇશાંત શર્મા અને અમિત મિશ્રાની 3-3 વિકેટ, રિષભ પંતના અણનમ 53 રન

રિયાન પરાગના 50 રન, ઇશાંત શર્મા અને અમિત મિશ્રાની 3-3 વિકેટ, રિષભ પંતના અણનમ 53 રન

  • Share this:
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રિષભ પંતના અણનમ 53 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-12માં રાજસ્થાન રોયલ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 115 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 16.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ પરાજય સાથે જ રાજસ્થાન પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગયું છે.

ધવન 16, પૃથ્વી શો 8 અને ઐયર 15 રને આઉટ થયો હતો. દિલ્હીએ 61 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. પંતે એક છેડો સાચવી રાખતા 38 બોલમાં 2 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 53 રન બનાવી ટીમની જીત અપાવી હતી.

આ પહેલા રાજસ્થાનનો અજિંક્ય રહાણે 2 રન બનાવી ઇશાંત શર્માનો શિકાર બન્યો હતો. રાજસ્થાન આ સંકટમાંથી બહાર આવે તે પહેલા ઇશાંત ફરી ત્રાટક્યો હતો અને લિવિંગસ્ટોનને 14 રને આઉટ કર્યો હતો. સેમસન 5 રન બનાવી રન આઉટ થતા રાજસ્થાને 26 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. લોમરોર 8 રને ઇશાંત શર્માનો ત્રીજો શિકાર બન્યો હતો.



રાજસ્થાને નિયમિત અંતરે વિકેટો ગુમાવતા 65 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. રિયાન પરાગે લડાયક બેટિંગ કરતા 49 બોલમાં 4 ફોર અને 2 સિક્સરની મદદથી 50 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી ઇશાંત શર્મા અને અમિત મિશ્રાએ 3-3 વિકેટ ઝડપી હતી.

દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.બંને ટીમો આ પ્રમાણે છે

રાજસ્થાન રોયલ્સ - સંજુ સેમસન, લિવિંગસ્ટોન, અજિંક્ય રહાણે, રિયાન પરાગ, સ્ટુઅર્ટ બિન્ની, મહિપાલ લોમરોર, ગૌથમ, શ્રેયસ ગોપાલ, ઇશ સોઢી, વરુણ એરોન, ઓશાને થોમસ.

દિલ્હી કેપિટલ્સ - પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ ઐયર, રિષભ પંત, કોલિન ઇનગ્રામ, રુધરફોર્ડ, કિમો પૌલ, અક્ષર પટેલ, અમિત મિશ્રા, ઇશાંત શર્મા, ટ્રેન્ટ બોલ્ટ.
First published: May 4, 2019, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading