DC vs KKR: સુપર ઓવરમાં દિલ્હીનો રોમાંચક વિજય

News18 Gujarati
Updated: March 31, 2019, 12:21 AM IST
DC vs KKR: સુપર ઓવરમાં દિલ્હીનો રોમાંચક વિજય
પૃથ્વી શોના 55 બોલમાં 12 ફોર અને 3 સિક્સર સાથે 99 રન

પૃથ્વી શોના 55 બોલમાં 12 ફોર અને 3 સિક્સર સાથે 99 રન

  • Share this:
આઈપીએલ-12માં દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રોમાંચક વિજય મેળવ્યો હતો.સુપર ઓવરમાં દિલ્હીએ 1 વિકેટે 10 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી કૃષ્ણાએ બોલિંગ કરી હતી. જવાબમાં કોલકાતા 1 વિકેટે 7 રન જ બનાવી શકતા પરાજય થયો હતો. દિલ્હી તરફથી રબાડાએ બોલિંગ કરી હતી.

કોલકાતાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 185 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 20 ઓવરમાં 6 વિકેટે 185 રન બનાવતા મેચ ટાઇ પડી હતી. પૃથ્વી શો એ 55 બોલમાં 12 ફોર અને 3 સિક્સરની મદદથી 99 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરમાં દિલ્હીને જીતવા માટે 6 બોલમાં 6 રનની જરુર હતી. કુલદીપે શાનદાર બોલિંગ કરતા બે વિકેટ ઝડપી હતી અને ફક્ત 5 રન આપ્યા હતા.

ધવન 16 રન બનાવી ચાવલાનો શિકાર બન્યો હતો. આ પછી પૃથ્વી શો અને ઐયરે બાજી સંભાળી હતી. પૃથ્વીએ 30 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 50 રન બનાવ્યા હતા.  રસેલે ઐયરને આઉટ કરીને આ જોડીને તોડી હતી. ઐયરે 32 બોલમાં 43 રન બનાવ્યા હતા. ઐયર અને પૃથ્વી વચ્ચે 89 રનની ભાગીદારી નોંધાઈ હતી.

આંદ્રે રસેલ (62) અને દિનેશ કાર્તિક (50)ની આક્રમક અડધી સદીની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ-12માં દિલ્હી કેપિટલ્સ સામે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 185 રન બનાવી લીધા છે. દિલ્હીને જીતવા માટે 186 રનનો પડકાર મળ્યો છે. કોલકાતાએ અંતિમ 5 ઓવરમાં 67 રન બનાવ્યા હતા.

એનએસ નાયક 7 રને આઉટ થયો હતો. રોબિન ઉથપ્પા 11, લિન 20 અને નીતિશ રાણા 1 રને આઉટ થતા દિલ્હીએ 44 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગિલ 4 રને રન આઉટ થયો હતો. આ પછી રસેલ અને દિનેશ કાર્તિકે બાજી સંભાળતા સ્કોર 100 રનને પાર પહોચાડ્યો હતો.

રસેલે શાનદાર ફોર્મ જારી રાખતા 28 બોલમાં 4 ફોર અને 6 સિક્સર સાથે 68 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે 23 બોલમાં 2 ફોર અને 6 સિક્સર સાથે 50 રન બનાવ્યા હતા.  દિનેશ કાર્તિક 36 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 50 રન બનાવી મિશ્રાનો શિકાર બન્યો હતો. રસેલ અને કાર્તિક વચ્ચે 95 રનની ભાગીદારી થઈ હતી.દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમાઈ રહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
First published: March 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading