પ્લેસિસની અડધી સદી (54)બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ચેન્નાઈ સુપરકિંગ્સે આઈપીએલ-12માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 22 રને વિજય મેળવ્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 160 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 5 વિકેટે 138 રન જ બનાવી શક્યું હતું.
ગેઈલ 5 રન બનાવી હરભજન સિંહનો શિકાર બન્યો હતો. આ પછી મયંક અગ્રવાલ બે બોલમાં શૂન્ય રને હરભજનનો બીજો શિકાર બન્યો હતો. રાહુલ અને સરફરાઝે ત્રીજી વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. રાહુલ 47 બોલમાં 55 રન બનાવી આઉટ થયો હતો.
ડેવિડ મિલર 6 અને સરફરાઝ ખાન 59 બોલમાં 67 રન બનાવી આઉટ થયો હતો.
ફાફ ડુ પ્લેસિસના 54 રનની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ-12માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 20 ઓવરમાં 3 વિકેટે 160 રન બનાવી લીધા છે. પંજાબને જીતવા માટે 161 રનનો પડકાર મળ્યો છે. ચેન્નાઈએ અંતિમ 5 ઓવરમાં 52 રન બનાવ્યા હતા.
શેન વોટ્સન 26 ને અશ્વિનનો શિકાર બન્યો હતો. વોટ્સન અને પ્લેસિસ વચ્ચે પ્રથમ વિકેટ માટે 56 રનની ભાગીદારી નોંધાઈ હતી. પ્લેસિસ 38 બોલમાં 2 ફોર અને 4 સિક્સરની મદદથી 54 રન બનાવી આઉટ થયો હતો. આ જ ઓવરમાં રૈના 17 રન બનાવી અશ્વિનની ઓવરમાં બોલ્ડ થયો હતો.
ધોની 23 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 37 અને રાયડુ 15 બોલમાં 21 રને અણનમ રહ્યા હતા. બંને વચ્ચે 6.2 ઓવરમાં 60 રનની ભાગીદારી નોંધાઈ હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલમાં 150મી મેચ છે. સુરૈશ રૈના ધોની કરતા એક મેચ વધારે રમ્યો છે.
આ મેચમાં ચેન્નાઈની ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે. ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર અને મોહિત શર્માના સ્થાને ફાફ ડુ પ્લેસિસ, સ્કોટ કુગલેન અને હરભજન સિંહનો સમાવેશ કરાયો છે. પંજાબની ટીમમાં વિલ્જોન અને મુજીબ રહેમાનના સ્થાને ક્રિસ ગેઈલ અને ટાયનો સમાવેશ કરાયો છે.
બંને ટીમો આ પ્રમાણે છે ચેન્નાઈ સુપર કિંગ્સ - શેન વોટ્સન, પ્લેસિસ, રાયડુ, રૈના, જાધવ, એમએસ ધોની, જાડેજા, સ્કોટ કુગલેન, દીપક ચાહર, હરભજન સિંહ, તાહિર.