KKR vs SRH: રસેલની આક્રમક બેટિંગ, કોલકાતાનો શાનદાર વિજય

આન્દ્રે રસેલના 19 બોલમાં આક્રમક 49* રન, હૈદરાબાદનો 6 વિકેટે પરાજય

આન્દ્રે રસેલના 19 બોલમાં આક્રમક 49* રન, હૈદરાબાદનો 6 વિકેટે પરાજય

  • Share this:
    નીતિશ રાણાની અડધી સદી (68) અને આન્દ્રે રસેલના 19 બોલમાં આક્રમક 49* રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઇપીએલ-12માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

    કોલકાતાને અંતિમ 3 ઓવરમાં જીતવા માટે 53 રનની જરુર હતી. અહીંથી રસેલ અને શુભમને જીત અપાવી હતી. રસેલે 19 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 49 રન બનાવ્યા હતા. શુભમને 10 બોલમાં 18 રન બનાવ્યા હતા.

    ક્રિસ લિન 7 રને શાકિબની ઓવરમાં આઉટ થયો હતો. ઉથપ્પા 35 રન બનાવી કૌલની ઓવરમાં બોલ્ડ થયો હતો. કેપ્ટન દિનેશ કાર્તિક 2 રન બનાવી આઉટ થયો હતો. નિતીશ રાણાએ એકછેડો સાચવી રાખતા 35 બોલમાં 50 રન બનાવ્યા હતા. જોકે તે 47 બોલમાં 68 રન બનાવી આઉટ થયો હતો. તેણે 8 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.

    ડેવિડ વોર્નરની અડધી સદી (85) અને વિજય શંકરના આક્રમક 24 બોલમાં આક્રમક 40* રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-12માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 181 રન બનાવ્યા છે. આમ કોલકાતાને જીતવા માટે 182 રનનો પડકાર આપ્યો છે.

    બેરિસ્ટો 35 બોલમાં 39 રન બનાવી ચાવલાની ઓવરમાં આઉટ થયો હતો. વોર્નર અને બેરિસ્ટો વચ્ચે પ્રથમ વિકેટ માટે 118 રનની ભાગીદારી નોંધાઈ હતી. વોર્નર 53 બોલમાં 9 ફોર અને 3 સિક્સર સાથે 85 રન બનાવી આઉટ થયો હતો.  આ પહેલા વોર્નરે 31 બોલમાં 8 ફોર અને 1 સિક્સર સાથે  અડધી સદી ફટકારી હતી. યૂસુફ પઠાણ 1 રન બનાવી રસેલની ઓવરમાં બોલ્ડ થયો હતો.

    કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ મેચમાં હૈદરાબાદનો કેપ્ટન કેન વિલિયમ્સન રમી રહ્યો નથી. તેના સ્થાને ફાસ્ટ બોલર ભુવનેશ્વરને કેપ્ટનશિપ સંભાળી હતી.

    ડેવિડ વોર્નર પ્રતિબંધ પછી પ્રથમ વખત આઈપીએલમાં વાપસી કરી રહ્યો છે. જેથી તેના ઉપર બધાની નજર રહેશે.

    બંને ટીમો આ પ્રમાણે છે

    સનરાઇઝર્સ હૈદરાબાદ - ડેવિડ વોર્નર, જોની બેરિસ્ટો, મનીષ પાંડે, દિપક હુડા, શાકિબ અલ હસન, વિજય શંકર, યૂસુફ પઠાણ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), સિદ્ધાર્થ કૌલ, સંદીપ શર્મા.

    કોલકાતા નાઇટ રાઇડર્સ - ક્રિસ લિન, સુનીલ નરૈન, રોબિન ઉથપ્પા, શુભમન ગિલ, નીતિશ રાણા, દિનેશ કાર્તિક (કેપ્ટન), આન્દ્રે રસેલ, પીયુષ ચાવલા, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, પ્રદીશ ક્રિષ્ના.
    Published by:Ashish Goyal
    First published: