રિષભ પંતના ઓડિયો પર લલિત મોદીનું ટ્વિટ, કહ્યું - આ તો મેચ ફિક્સિંગ

રિષભ પંતના ઓડિયા પર લલિત મોદીનું ટ્વિટ, કહ્યું - આ તો મેચ ફિક્સિંગ છે

દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો એક ઓડિયો વિવાદનું કારણ બન્યો

  • Share this:
    આઈપીએલમાં જ્યાં એક તરફ રોમાંચક મેચ જોવા મળી રહી છે તો બીજી તરફ તેને લઈને વિવાદ પણ શરુ થઈ ગયો છે. આ વખતે દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો એક ઓડિયો વિવાદનું કારણ બન્યો છે.

    દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે શનિવારે ફિરોઝશાહ કોટલા મેદાન ઉપર મેચ રમાઈ હતી. બંને ટીમો વચ્ચે રમાયેલી મેચ ઘણી રોમાંચક રહી હતી અને સુપર ઓવર સુધી પહોંચી હતી. સુપર ઓવર મુકાબલામાં દિલ્હીએ જીત મેળવી હતી. જોક મેચ દરમિયાન રિષભ પંત એવું બોલતો નજર પડે છે જેને લઈને વિવાદ થયો છે. પંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

    મેચની ચોથી ઓવરમાં રોબિન ઉથપ્પા બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે પંત કહેતો જોવા મળે છે કે ‘આ તો આમ પણ ફોર જ છે’ આ પછી બોલર સંદીપ લામિછાનેએ બોલ ફેંક્યો હતો અને ઉથપ્પાએ આ બોલ ઉપર ફોર ફટકારી હતી. આ ઘટના પછી લોકો સોશિયલ મીડિયા ઉપર કરી રહ્યા છે કે આ મેચ ફિક્સ હતી.

    આ પણ વાંચો - ICCએ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો ફેરફાર, હવે એક બોલ પર બે ખેલાડી થશે આઉટ!



    આઈપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદીએ પણ મેચ ફિક્સ હોવાની વાત કહી હતી. લલિત મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે શું આ મજાક છે કે હું તેના ઉપર વિશ્વાસ કરી શકતો નથી. આટલા મોટા લેવલ ઉપર મેચ ફિક્સિંગ. બીસીસીઆઈ અને આઈપીએલ પ્રશાસન ક્યારે જાગશે. શરમની વાત છે કે અધિકારીઓને કોઈ ચિંતા નથી.

    આ વીડિયો ઉપર બીસીસીઆઈએ સ્પષ્ટતા કરી છે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે પંતે પોતાના વાક્ય પહેલા શું કહ્યું હતું તે કોઈએ સાંભળ્યું નથી, તે કેપ્ટન શ્રેયસ ઐયરને ઓફ સાઇડ પર ફિલ્ડર વધારવાની વાત કરી રહ્યો હતો, જેથી ફોર બચાવી શકાય.
    Published by:Ashish Goyal
    First published: