KXIP vs CSK: લોકેશ રાહુલ ઝળક્યો, પંજાબનો વિજય

News18 Gujarati
Updated: May 5, 2019, 8:01 PM IST
KXIP vs CSK: લોકેશ રાહુલ ઝળક્યો, પંજાબનો વિજય
રાહુલના 36 બોલમાં 7 ફોર અને 5 સિક્સર સાથે 71 રન, પ્લેસિસના 55 બોલમાં 10 ફોર અને 4 સિક્સર સાથે 96 રન

રાહુલના 36 બોલમાં 7 ફોર અને 5 સિક્સર સાથે 71 રન, પ્લેસિસના 55 બોલમાં 10 ફોર અને 4 સિક્સર સાથે 96 રન

  • Share this:
લોકેશ રાહુલના 71 રનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે આઈપીએલ-12માં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નાઈએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 170 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

લોકેશ રાહુલ અને ગેઈલે પ્રથમ વિકેટ માટે 10.3 ઓવરમાં 108 રનની ભાગીદારી કરી શાનદાર શરુઆત અપાવી હતી. રાહુલ 36 બોલમાં 7 ફોર અને 5 સિક્સર ફટકારી 71 રને આઉટ થયો હતો. આ પહેલા રાહુલે 19 બોલમાં 5 ફોર અને 5 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા હતા. રાહુલ આઉટ થયા ના બીજા જ બોલે ગેઈલે પણ હરભજનનો શિકાર બન્યો હતો. ગેઈલે 28 રન બનાવ્યા હતા.

હરભજન ફરી ત્રાટક્યો હતો અને મયંક અગ્રવાલને 7 રને આઉટ કરી ત્રીજી વિકેટ ઝડપી હતી. અહીંથી પૂરન 22 બોલમાં 36 રન બનાવી ટીમને જીત તરફ લઈ ગયો હતો.

આ પણ વાંચો - ઇશાતં શર્માએ ખોલ્યા રહસ્યો - મોહમ્મદ શમી સૌથી આળસુ છે

આ પહેલા ચેન્નાઈનો શેન વોટ્સન 7 રન બનાવી કુરૈનની ઓવરમાં બોલ્ડ થયો હતો. પ્લેસિસ અને રૈનાએ અડધી સદી ફટકારી બાજી સંભાળી હતી. પ્લેસિસે 37 બોલમાં 7 ફોર સાથે 50 રન પૂરા કર્યા હતા. જ્યારે રૈનાએ 34 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા હતા. આ પછી રૈના 38 બોલમાં 53 રન બનાવી આઉટ થયો હતો. રૈના અને પ્લેસિસ વચ્ચે 120 રનની ભાગીદારી નોંધાઈ હતી.

પ્લેસિસ 55 બોલમાં 10 ફોર અને 4 સિક્સર સાથે 96 રન બનાવી આઉટ થયો હતો. ધોની 10 અને બ્રાવો 1 રને અણનમ રહ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન આર.અશ્વિને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બંને ટીમો આ પ્રમાણે છે

ચેન્નાઈ સુપરકિંગ્સ - શેન વોટ્સન, પ્લેસિસ, સુરેશ રૈના, અંબાતી રાયડુ, કેદાર જાધવ, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, હરભજન સિંહ, દીપક ચાહર, ઇમરાન તાહિર.

કિંગ્સ ઇલેવન પંજાબ - ક્રિસ ગેઈલ, લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, મનદિપ સિંહ, સેમ કુરૈન, આર.અશ્વિન, એન્ડ્રયુ ટાય, મોહમ્મદ શમી, એમ.અશ્વિન, હરપ્રીત બરાર.
First published: May 5, 2019, 3:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading