આઇપીએલની 12મી સિઝન હવે પોતાના અંતિમ પડાવ પર છે. રવિવારે ચેન્નાઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. આ વખતે જીતનાર ટીમ ચોથી વખત આઈપીએલ ટાઇટલ જીતનાર ટીમ બની જશે. બંને ટીમો ત્રણ-ત્રણ વખત ચેમ્પિયન બની છે. જીતનાર ટીમ ઉપર ઘણી ઘનવર્ષા થશે. આઈપીએલમાં ચેમ્પિયન બનનાર ટીમને 20 કરોડ રુપિયાની રકમ મળશે. જ્યારે રનર્સ અપ ટીમને 12.5 કરોડ રુપિયાની રકમ મળશે. બીજા ક્વોલિફાયરમાં પરાજય થયો હોવા છતા દિલ્હી કેપિટલ્સને 10.5 કરોડ રુપિયાની પ્રાઇસ મની મળશે. જ્યારે પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને 8.5 કરોડ રુપિયા મળશે.