Home /News /sport /આઉટ થયા બાદ ભડક્યો રોહિત...સ્ટમ્પ પર માર્યું બેટ, અમ્પાયરની થયો સામે!

આઉટ થયા બાદ ભડક્યો રોહિત...સ્ટમ્પ પર માર્યું બેટ, અમ્પાયરની થયો સામે!

આઉટ થયા બાદ ભડક્યો રોહિત શર્મા (સાભાર-આઈપીએલ)

KKR સામે રોહિત શર્મા 12 રન બનાવી LBW આઉટ થયો, આ નિર્ણયથી તે ખૂબ જ નારાજ થઈ ગયો

    આઈપીએલની 47મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સના બેટ્સમેનોએ મુંબઈ ઈન્ડિયન્સની વિરુદ્ધ 232 રનનો પહાડ ઊભો કરી અઘરો પડકાર આપ્યો હતો. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ઝડપી શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એવું કરવામાં તે નિષ્ફળ રહ્યો. મુંબઈએ પોતાની પહેલી વિકેટ ડી કોક રૂપે બીજી જ ઓવરમાં ગુમાવી અને ત્યારબાદ બીજી ઓવરમાં રોહિત શર્મા 12 રન કરીને એલબીડબલ્યૂ આઉટ થઈ ગયો. હૈરી ગર્નીના બોલ પર મોટો શોટ મારવાના પ્રયાસમાં રોહિત વિકેટની વચ્ચે પકડાઈ ગયો અને અમ્પાયરે તરત જ આઉટની આંગળી ઉઠાવી દીધી.

    કેમ ભડક્યો રોહિત શર્મા?

    અમ્પાયરના આ નિર્ણયને રોહિત શર્માએ પડકાર્યો અને ડીઆરએસ લઈ લીધો. જોકે ત્રીજા અમ્પાયરે પણ મેદાનના અમ્પાયરના નિર્ણયને યોગ્ય જણાવ્યો અને રોહિત શર્માને આઉટ આપી દીધો. આઉટ આપ્યા બાદ રોહિત શર્મા નાખુશ જોવા મળ્યો અને તે અમ્પાયરને કંઈક કહેતો જોવા મળ્યો. અમ્પાયરને કંઈક કહેતા પહેલા રોહિતે સ્ટમ્પ પર બેટ પણ માર્યું. કોમેન્ટ્ર કરી રહેલા પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકરે પણ આ વાત કહી.

    કોલકાતા નાઇટ રાઇડર્સની તોફાની બેટિંગ

    આ પહેલા વિસ્ફોટક બેટ્સમેન આંદ્ર રસૈ નોટઆઉટ 80, શુભમન ગિલના નોટઆઉટ 76 અને ક્રિસ લિનના 54 રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે ઇડન ગાર્ડન્સ મેદાન પર બે વિકેટ પર 232 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો. આઈપીએલની આ સીઝનનો આ સર્વોચ્ચ સ્કોર છે. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાને ગિલ અને લિને પહેલી વિકેટ માટે 9.3 ઓવરમાં 96 રનની શાનદાર ભાગીદારી કરી સારી શરૂઆત કરાવી. લિને 29 બોલ પર આઠ ફોર અને બે સિક્સર મારી અને પોતાની અડધી સદી પૂરી કરી. રસેલે પોતાની આઈપીએલ કેરિઅરની 8મી અડધી સદી પૂરી કરી. તેણે 40 બોલની ઇનિંગમાં 6 ફોર અને 8 સિક્સર ફટકારી.

    આ પણ વાંચો, KKR vs MI: હાર્દિક પંડ્યાની લડાયક બેટિંગ છતા મુંબઈ ઇન્ડિયન્સનો પરાજય
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Ipl 2019, Kolkata Knight Riders, Mumbai indians, ક્રિકેટ, રોહિત શર્મા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन