ન્યૂઝ18 ગુજરાતી: આઇપીએલ 12માં હાલ પ્લેઓફની એક જગ્યા માટે કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે જબરદસ્ત સંઘર્ષ ચાલી રહ્યું છે. જેમાં આ સિઝનની 52મી મેચમાં કોલકાતાએ પંજાબને 7 વિકેટે હરાવી પોતાની આશા જીવંત રાખી છે.
આ મેચમાં કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે સેમ કેરનના નોટઆઉટ 55 અને નિકોલસ પૂરનના 48 રનની મદદથી 6 વિકેટના નુકસાને 183 રન બનાવ્યા હતા, જ્યારે 184 રનના લક્ષ્ય સાથે મેદાને ઉતરેલી કેકેઆરના ઑપનિંગ બેટ્સમેન તરીકે ઉતરેલા શુભનમ ગિલે નોટ આઉટ રહીને ટીમને જીત અપાવી હતી. ગિલે 49 બૉલમાં 5 ચોક્કા અને 2 છક્કાની મદદથી 65 રન નોંધાવ્યા હતા. પરંતુ આ દરમિયાન સ્ટેડિયમમાં ગિલ ઉપરાંત બધાની નજર તેના પિતા પર હતી.
પિતા કરવા લાગ્યા ભાંગડા
શુભમન ગિલે અર્ધસદી ફટકારતાં તેના પિતા ખુશીમાં ભાંગડા કરવા લાગ્યા હતા. ગિલની માતા પણ સ્ટેડિયમમાં હાજર હતા. તેમણે પુત્રના દરેક શૉટ પર તાળીઓ વગાડી હતી. મેચ બાદ શુભમન ગિલે તેના પેરેન્ટ્સનું ઇન્ટરવ્યૂ કર્યું હતું.
શુભમને ગિલે તેના પિતાને પૂછ્યું હતું કે, તેમને અર્ધસદીની કેટલી ખુશી છે? આ અંગે લખવિંદર ગિલે કહ્યું કે, પોતાના હોમ ગ્રાઉન્ડ પર તે અર્ધસદી ફટકારી. મને બહુ ખુશી થઇ. મેં ડાન્સ, ભાંગડા કર્યા. સાથે જ તેમણે કહ્યુ કે, હું ક્યારેય નર્વસ નહોતો. મને વિશ્વાસ હતો કે તું હોમ ગ્રાઉન્ડ પર સારું રમીશ.
કેકેઆર ટીમના સહ-માલિક શાહરૂખ ખાને આ જીત માટે ટીમને શુભેચ્છા આપતાં દિનેશ કાર્તિક, ક્રિસ લિન, સંદીપ વોરિયર અને શુભમન ગિલના વખાણ કર્યા હતા. સાથે જ તેણે લખ્યું, આજની રાત પાપાની છે! પાપા અને પરિવાર માટે 3 ચીયર્સ.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર