Home /News /sport /નોકરી માટે 17 વર્ષની ઉંમરમાં જાહેર કરી ‘નિવૃત્તિ’, હવે IPLમાં કર્યું ડેબ્યૂ

નોકરી માટે 17 વર્ષની ઉંમરમાં જાહેર કરી ‘નિવૃત્તિ’, હવે IPLમાં કર્યું ડેબ્યૂ

નોકરી માટે 17 વર્ષની ઉંમરમાં જાહેર કરી ‘નિવૃત્તિ’,હવે IPLમાં કર્યું ડેબ્યૂ

વરુણ ચક્રવર્તી બે પ્રકારના નહીં પણ સાત પ્રકારના બોલ ફેંકવાની ક્ષમતા ધરાવે છે

આઈપીએલ-12માં બુધવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબના વરુણ ચક્રવર્તીએ ડેબ્યૂ કર્યું હતું. વરુણ એક મિસ્ટ્રી સ્પિનર છે, જે તામિલનાડુ પ્રીમિયર લીગથી ચર્ચામાં આવ્યો હતો. વરુણ ચક્રવર્તી બે પ્રકારના નહીં પણ સાત પ્રકારના બોલ ફેંકવાની ક્ષમતા ધરાવે છે. જયપુરમાં યોજાયેલી હરાજીમાં તેને 8 કરોડ 40 લાખ રુપિયાની કિંમતમાં પંજાબે ખરીદ્યો હતો. તે પ્રથમ મેચમાં ખાસ કમાલ કરી શક્યો ન હતો, તેણે 3 ઓવરમાં 35 રન આપી 1 વિકેટ ઝડપી હતી.

વરુણ ચક્રવર્તીની વેરિએશન

વરુણ ચક્રવર્તી ઓફ બ્રેક, લેગ બ્રેક, ગુગલી, કેરમ બોલ, ફ્લિપર બોલ ફેંકી શકે છે. આ સિવાય ચક્રવર્તી ટોપ સ્પિનર અને સ્લાઇડર બોલ પણ ફેંકવાની ક્ષમતા ધરાવે છે.



વરુણ ચક્રવર્તીની પ્રેરણાદાયી કહાની

મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની ફર્શથી અર્શ ઉપર પહોંચવાની સફર ઘણી રસપ્રદ છે. ચક્રવર્તીએ 13 વર્ષની ઉંમરમાં વિકેટકીપર તરીકે ક્રિકેટ રમવાની શરુઆત કરી હતી. 17 વર્ષની ઉંમરમાં તેને કોઈ ટીમમાં પસંદગી થઈ ન હતી. તેથી તેણે ક્રિકેટ છોડી અભ્યાસ ઉપર ધ્યાન આપવાનો નિર્ણય કર્યો હતો. વરુણે 5 વર્ષ સુધી આર્કિટેક્ટનો અભ્યાસ કર્યો અને તે ફ્રીલાન્સ કામ કરવા લાગ્યો હતો. આ પછી ફરી વરુણે ક્રિકેટમાં વાપસી કરી હતી અને ક્રિકેટ ક્લબમાં ફાસ્ટ બોલર તરીકે પ્રેક્ટિસ કરવા લાગ્યો હતો.

આ પણ વાંચો - ચેન્નાઈની જીત પર બ્રાવોનો મોટો ખુલાસો, તમામ ટીમને આવશે ચક્કર!

પ્રેક્ટિસ દરમિયાન વરુણના ઘૂંટણમાં ઈજા પહોંચી હતી અને તે સ્પિનર બની ગયો હતો. તે 7 પ્રકારના બોલ ફેંકવાનું શીખ્યો હતો અને તામિલનાડુ પ્રીમિયર લીગમાં ધમાલ મચાવી દીધી હતી. ચક્રવર્તીએ 9 મેચમાં 23 વિકેટ લીધી હતી અને વિજય હઝારે ટ્રોફીમાં પણ તે સૌથી વધારે વિકેટ ઝડપવાના મામલે બીજો નંબરે રહ્યો હતો. આશા છે કે તેની આઈપીએલ કારકિર્દી પણ શાનદાર રહેશે.
First published:

Tags: Ipl 2019, Kings xi punjab

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો