Home /News /sport /લોકેશ રાહુલ ના સુધર્યો, જે ભૂલથી ટીમ ઇન્ડિયામાંથી થયો બહાર તે IPLમાં પણ કરી

લોકેશ રાહુલ ના સુધર્યો, જે ભૂલથી ટીમ ઇન્ડિયામાંથી થયો બહાર તે IPLમાં પણ કરી

લોકેશ રાહુલ ના સુધર્યો, જે ભૂલથી ટીમ ઇન્ડિયામાંથી બહાર થયો તે IPLમાં પણ કરી

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ફક્ત 4 રન બનાવી આઉટ થયો

આઈપીએલની ગત સિઝનમાં કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કરનાર લોકેશ રાહુલ આ વખતે પ્રથમ મેચમાં જ ફ્લોપ રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તે ફક્ત 4 રન બનાવી આઉટ થયો હતો. રાહુલ ધવલ કુલકર્ણીની ઓવરમાં આઉટ થયો હતો. સ્વિંગ બોલ પર રાહુલે બેટ ચલાવ્યું હતું અને બોલ સીધો વિકેટકીપર બટલરના હાથમાં ગયો હતો.

વર્લ્ડ કપમાં સ્થાન બનાવવા માટે રાહુલ માટે આઈપીએલ મહત્વપૂર્ણ છે. જોકે તે સતત ભૂલો કરતો રહ્યો છે. તેની ઓફ સ્ટમ્પથી બહારના બોલને છેડવાની આદત હજુ પણ યથાવત્ છે. જેનું પરિણામ તેને ભોગવવું પડી રહ્યું છે.





રાહુલની ખરાબ બેટિંગના કારણે પ્રશંસકો પણ નિરાસ છે અને તેના બેટિંગ શોટ સિલેક્શન પર સવાલ ઉભા ઉઠાવી રહ્યા છે.
First published:

Tags: Ipl 2019, Kings xi punjab, KL Rahul, Rajasthan royals

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો