Home /News /sport /યુવરાજ સિંહને બોલિંગ કરતા સમયે ચહલને કેમ યાદ આવ્યો 2007નો વર્લ્ડ કપ!

યુવરાજ સિંહને બોલિંગ કરતા સમયે ચહલને કેમ યાદ આવ્યો 2007નો વર્લ્ડ કપ!

યુવરાજ સિંહને બોલિંગ કરતા સમયે ચહલને કેમ યાદ આવ્યો 2007નો વર્લ્ડ કપ!

ચહલને મેચ પછી જ્યારે આ વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે હું તેની સામે સ્ટુઅર્ટ બ્રોડ જેવી લાગણી અનુભવી રહ્યો હતો

આરસીબીના બોલર યુજવેન્દ્ર ચહલ હાલ આઈપીએલ-2019માં પર્પલ હોલ્ડર છે. બુધવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેના મુકાબલામાં તેણે ચાર વિકેટ મેળવીને પર્પલ કેપ ઉપર કબજો જમાવ્યો હતો. આ સાથે જ તે બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર ટી-20માં 50 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બની ગયો હતો. જોકે આ પહેલા મેચમાં યુવરાજ સિંહે તેની જોરદાર ધોલાઈ કરી હતી.

મેચની 14મી ઓવર કરવા આવેલા ચહલના પ્રથમ ત્રણ બોલમાં યુવરાજે ત્રણ સિક્સર ફટકારી હતી. આ ઓવરના ચોથા બોલ ઉપર તે બાઉન્ડ્રી પર સિરાજના હાથે કેચ આઉટ થયો હતો. શાનદાર કેચના કારણે ચોથી સિક્સર ચૂકી ગયો હતો અને યુવરાજ આઉટ થયો હતો.

આ પણ વાંચો - મોહિત શર્માએ લીધો સાક્ષી અને જાડેજાનો IQ ટેસ્ટ, જુઓ કોણ પાસ અને કોણ ફેલ



ચહલને મેચ પછી જ્યારે આ વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે હું તેની સામે સ્ટુઅર્ટ બ્રોડ જેવી લાગણી અનુભવી રહ્યો હતો. તે મોટા ખેલાડી છે, તેને બોલિંગ કરવી આસાન ન હતી.
First published:

Tags: Ipl 2019, Yuvraj singh, Yuzvendra chahal

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો