Home /News /sport /

IPL 2019: એ 6 બોલ જેના દ્વારા મુંબઈએ ચેન્નઈ પાસેથી છીનવી લીધી જીત

IPL 2019: એ 6 બોલ જેના દ્વારા મુંબઈએ ચેન્નઈ પાસેથી છીનવી લીધી જીત

હાદિર્ક પંડ્યા અને પોલાર્ડ (Photo: IPL/BCCI)

મુંબઈની જીતમાં આ ઓવરનું મોટું યોગદાન રહ્યું, આ ઓવરથી મેચનું મોમેન્ટમ મુંબઈ તરફ ચાલ્યું ગયું

    IPL 2019માં ચેન્નઇ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં અનેક રસપ્રદ દૃશ્યો જોવા મળ્યા. આ દરમિયાન જ્યાં ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ખરાબ ફિલ્ડિંગ કરવા પર શાર્દુલ ઠાકુરને આંખોના ઈશારાથી ડરાવ્યો. બીજી તરફ, હાર્દિક પંડ્યાએ ધોનીની સામે રન લેવાનો પ્રયાસ કર્યો પરંતુ ભૂલ સમજાતાં તે પરત જતો રહ્યો. પહેલા બેટિંગ કરતાં મુંબઈ ઇન્ડિયન્સે સૂર્યકુમાર યાદવની શાનદાર અડધી સદી (52) અને અંતિમ ઓવરમાં હાર્દિક પંડ્યા (25 નોટઆઉટ)ની તાબડતોડ ઇનિંગને કારણે 5 વિકેટ પર 170 રનનો સ્કો ઊભો કર્યો. હાર્દિકના કઠોર પ્રહારના કારણે મુંબઈએ છેલ્લી બે ઓવરમાં 45 રન ફટકાર્યા.

    હાર્દિક અને પોલાર્ડે તોફાની અંદાજમાં બેટિંગ કરી મુંબઈનો મજબૂત સ્કોર ઊભો કર્યો. મુંબઈએ છેલ્લી પાંચ ઓવરોમાં બે વિકેટના નુકસાને 77 રન કર્યા જેમાં 29 રન તો માત્ર છેલ્લી ઓવરમાં જ આવ્યા. આ ઓવરમાં હાર્દિકે બે સિક્સર અને એક ફોર ફટકારી.

    આ પણ વાંચો, MI vs CSK: ચેન્નાઈનો પ્રથમ પરાજય, મુંબઈએ 37 રને મેળવ્યો વિજય

    મુંબઈની ઇનિંગની છેલ્લી ઓવર ડ્વેન બ્રાવોએ કરી. બ્રાવો પર ધોની ઘણો વિશ્વાસ મૂકે છે અને છેલ્લી ઓવર્સ માટે તેને બચાવીને રાખે છે. પરંતુ આ મેચમાં વિન્ડિઝના આ ઓલરાઉન્ડર ન ચાલી શક્યો. તેણે કોટાની 4 ઓવરમાં 47 રન આપ્યા. જેમાં 29 રન છેલ્લી ઓવરમાં આપ્યા. આ ઓવરમાં કાયરન પોલાર્ડ અને હાર્દિક પંડ્યાએ બ્રાવોની હાલત ખૂબ જ ખરાબ કરી.

    મુંબઈની જીતમાં આ ઓવરનું મોટું યોગદાન રહ્યું. આ ઓવરમાં મોમેન્ટમ મુંબઈની તરફ ચાલ્યું ગયું. આ પહેલા ચેન્નઇએ દબદબો બનાવી રાખ્યો હતો.

    20મી ઓવર આ રીતની રહી
    પહેલો બોલ- પોલાર્ડે એક રન લીધો
    બીજો બોલ- આ બોલ વાઇડ રહ્યો, ત્યાર પછીના બોલમાં હાર્દિક પંડ્યાએ એક રન લીધો
    ત્રીજો બોલ- આ બેલને પોલાર્ડે 6 રન માટે માર્યો. આ નો બોલ પણ હતો તેથી મુંબઈને કુલ 7 રન મળ્યા.
    ત્રીજો બોલ- અગાઉનો બોલ નો બોલ હોવાના કારણે આ ફ્રી હિટ હતી. તેને પોલાર્ડે મિડવિકેટ તરફ ફટકાર્યો. અહીં દીપક ચાહર કેચ ન પકડી શક્યો અને તેની સુસ્તીના કારણે પોલાર્ડે ત્રણ રન લઈ લીધા.
    ચોથો બોલ- હાર્દિક પંડ્યાએ હેલિકોપ્ટર શોટ દ્વારા બોલને 6 રન માટે રવાના કરી દીધો
    પાંચમો બોલ- હાર્દિક પંડ્યાએ આ બોલ પર ફોર ફટકારી
    છઠ્ઠો બોલ- હાર્દિકે 6 રનની સાથે ઇનિંગ સમાપ્ત કરી. આ રીતે આ ઓવરમાં કુલ 29 રન ફટકાર્યા.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: CSK, Ipl 2019, Mi, આઇપીએલ, ક્રિકેટ

    આગામી સમાચાર