Home /News /sport /IPL 2019: ફાઇનલ હાર્યા બાદ ધોનીએ મેચ વિશે કહી આ વાત

IPL 2019: ફાઇનલ હાર્યા બાદ ધોનીએ મેચ વિશે કહી આ વાત

એમએસ ધોની (ફાઇલ ફોટો)

આઈપીએલની ફાઇનલ મેચ છેલ્લા બોલ સુધી રોમાંચક રીતે રમાઈ, જેમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સની વચ્ચે રમાયેલી આઈપીએલના ફાઇનલ રોમાંચક મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લા બોલ પર એક રનથી જીત નોંધાવી. મેચ બાદ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે, આ મજેદાર મેચ હતી, જેમાં બંને ટીમો એક-બીજાને ટ્રોફી આપતી રહી.

આઈપીએલની ફાઇનલ મેચ છેલ્લા બોલ સુધી રોમાંચક રીતે રમાઈ. મેચમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા, જેનાથી દર્શકોને જોરદાર ઉત્સુક કર્યા. શરૂઆતમાં ચેન્નઈ સુપર કિંગ્સે મેચ પર પકડ બનાવી હતી, પરંતુ વચ્ચેની ઓવરોમાં મુંબઈ ઈન્ડિયન્સે વાપસી કરી લીધી. એક સમય શેન વોટસને મેચ ચેન્નઈ સુપર કિંગ્સના પક્ષમાં લાવી દીધી હતી, પરંતુ જસપ્રીત બુમરાહ અને લાસિથ મલિંગાની અવિશ્વસનીય બોલિંગે અંતે મુંબઈને જીત અપાવી દીધી.

ફાઇનલ હાર્યા બાદ સીએસકેના કેપ્ટન ધોનીએ કહ્યું કે, અમારે થોડું વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર હતી. આ ઘણી મજેદાર રમત હતી, અમે એક-બીજાને ટ્રોફી આપી રહ્યા હતા. બંનેએ ભૂલો કરી અને અંતે ઓછી ભૂલો કરનારી ટીમ વિજેતા બની.

આ પણ વાંચો, IPL final: મુંબઈનો 1 રને વિજય, આઈપીએલમાં ચોથી વખત ચેમ્પિયન

ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નઈ આઠ વાર ફાઇનલમાં પહોંચી ચૂકી છે, પરંતુ આ વખતે તે પોતાના રંગમાં નજરે ન આવી. ધોનીએ કહ્યું કે, એક ટીમ તરીકે અમારી સીઝન સારી હતી, પરંતુ અમારે વિચાર કરવાની જરૂર હતી. આ એ વર્ષો પૈકીનું નથી જેમાં અમે ઘણું જ સારું ક્રિકેટ રમ્યા હોય. મિડલ ઓર્ડર ક્યારેય સફળ ન રહ્યું, પરંતુ કોઈક રીતે અમે સફળ થતા રહ્યા.

ધોનીએ વધુમાં જણાવ્યું કે, અમારા બોલર્સે હકીકતમાં સારું પ્રદર્શન કર્યું. આ 150 વાળી વિકેટ નહોતી, પરંતુ બોલર્સે અમને મેચમાં કાયમ રાખ્યા. વાસ્તવમાં તેઓ જરૂર પડતાં વિકેટ મેળવતા રહ્યા. બેટિંગમાં કોઈને કોઈ ચાલતું રહ્યું અને અમે જીતતા રહ્યા. જો અમારે આવતા વર્ષે સતત જીતવું હશે તો હકીકતમાં અમારે આ વિશે વિચારવું પડશે.

આ પણ વાંચો, IPL: પોલાર્ડને આવ્યો ગુસ્સો. હવામાં ફેંક્યું બેટ, અમ્પાયરે લીધો ક્લાસ

ધોનીએ કહ્યું કે, હવે તેનું ધ્યાન ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ પર છે. આવતા વર્ષની યોજનાને લઈને તેઓએ કહ્યું કે આ વિશે હજુ કહેવું ઉતાવળ ગણાશે. ધોનીએ કહ્યું કે, આગળ વર્લ્ડ કપ છે, તે પહેલી પ્રાથમિકતા છે. અમે ત્યારબાદ સીએસકે વિશે વાત કરીશું. બોલર્સને લઈને કંઈ નહીં, બેટિંગમાં સારું કરી શકતા હતા. આશા છે કે આવતા વર્ષે તમને તે જોવા મળે.
First published:

Tags: Ipl 2019, Ipl final, Ms dhoni, ક્રિકેટ, રોહિત શર્મા