આઈપીએલના ફાઇનલ મુકાબલાની તારીખ જાહેર, આ સ્ટેડિયમાં રમાશે મેચ

આઈપીએલના ફાઇનલ મુકાબલાની તારીખ જાહેર, આ સ્ટેડિયમાં રમાશે મેચ
ચેન્નાઈમાં 7 મે ના રોજ પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે

ચેન્નાઈમાં 7 મે ના રોજ પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે

 • Share this:
  આઈપીએલ-2019નો ફાઇનલ મુકાબલો ક્યાં રમાશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 12 મે ના રોજ આઈપીએલ-2019ની ફાઇનલ મેચ રમાશે. પહેલા આ મુકાબલો ચેન્નાઈમાં થવાનો હતો પણ ચેન્નાઈ સ્ટેડિયમના ત્રણ સ્ટેન્ડ્સને ખોલવાની મંજૂરી ન મળતા ફાઇનલ મુકાબલો હૈદરાબાદમાં રમાડવાનો નિર્ણય કરાયો છે.

  ચેન્નાઈમાં 7 મે ના રોજ પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે. જ્યારે વિશાખાપટ્ટનમમાં ટૂર્નામેન્ટની એલિમિનેટર 8 મે ના રોજ અને બીજી ક્વોલિફાયર 10 મે ના રોજ રમાશે. એલિમિનેટર અને બીજી ક્વોલિફાયર મેચ હૈદરાબાદમાં રમાવાની હતી પણ લોકસભા ચૂંટણીના કારણે ફેરફાર કરવામાં આવ્યો હતો.  આ પણ વાંચો - IPLનો સ્ટાર ખેલાડી હવે છે બહાર, લગ્ન પહેલા ડાયરેક્ટર પત્નીને કરતો હતો ડેટ

  આઈપીએલના નિયમ કહે છે કે ગત સિઝનની વિજેતા ટીમને હક હોય છે કે તે ટીમ આગામી સિઝનનો ફાઇનલ મુકાબલો પોતાના ત્યાં કરાવે. જોકે ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ પાસેથી આ તક નિકળી ગઈ છે. તમિલનાડુ ક્રિકેટ એસોસિયેશને બીસીસીઆઈને ચેપોક સ્ટેડિયમના I, J અને K સ્ટેન્ડસ ખોલવાની મંજૂરી ન આપતા બીસીસીઆઈએ ફાઇનલ મેચ હૈદરાબાદમાં રમાડવાનો નિર્ણય કર્યો હતો.
  Published by:News18 Gujarati
  First published:April 22, 2019, 18:26 pm

  ટૉપ ન્યૂઝ