MI vs CSK Final: ...તો પહેલાથી જ નક્કી હતી મુંબઈ ઈન્ડિયન્સની જીત!

આઈપીએલ સીઝન 12માં ધોની પર રોહિત શર્મા પડ્યો ભારે, એક જ સીઝનમાં ચાર વાર હરાવ્યા

News18 Gujarati
Updated: May 13, 2019, 10:54 AM IST
MI vs CSK Final: ...તો પહેલાથી જ નક્કી હતી મુંબઈ ઈન્ડિયન્સની જીત!
જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સ (Photo-AP)
News18 Gujarati
Updated: May 13, 2019, 10:54 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : આઈપીએલ સીઝન 12નું સમાપન રોમાંચક અંદાજમાં થયું અને રોહિત શર્માની કેપ્ટન્સીવાળી મુંબઈ ઈન્ડિયન્સે મેચના છેલ્લા બોલે બાજી મારીને ચોથી વાર ટાઇટલ પર કબજો કરી લીધો. સાચું કહીએ તો આ વખતે મુંબઈનું આઈપીએલ ચેમ્પિયન બનવું પહેલાથી જ નક્કી હતું. ચેન્નઈ અને મુંબઈ વચ્ચે રમાયેલા આ ફાઇનલ ઈતિહાસના આધારે જ નિર્ણય થયો છે.

એ-એક વર્ષના અંતરાળ પર જીત્યું ટાઇટલ


આઈપીએલ 12ની ફાઇનલ પહેલા જ એવું નક્કી માનવામાં આવી રહ્યું હતું કે ફરી એકવાર રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ પોતાના વિરોધીઓને પછાડીને ચેમ્પિયન બની શકે છે. તેનું અસલી કારણ એ હતું કે તેમની ટીમે 2013, 2015 અને 2017માં ટાઇટલ જીત્યું હતું. સ્પષ્ટ છે કે ત્રણ વજારથી એક વર્ષના અંતરાળમાં મુંબઈને આઈપીએલની ટ્રોફી ઉઠાવવાની તક મળી રહી હતી. બીજી તરફ, ગયા વર્ષે એટલે કે 2018માં લીગ રાઉન્ડમાં બહાર થનારી મુંબઈ ઈન્ડિયન્સે આ વખતે પોતાના દમદાર પ્રદર્શનથી ફાઇનલમાં સ્થાળ મેળવી લીધું તો લાગ્યું કે આ વખતે ફરી ચેમ્પિયન બની શકે છે અને એવું જ થયું. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી મુંબઈ ઈન્ડિયન્સે 7 વર્ષના અંતરાળમાં ચોથી વાર ટાઇટલ પર કબજો કર્યો છે.

આ પણ વાંચો, આ 3 ભૂલોને કારણે હાર્યું ચેન્નઈ, ધોની પોતાની જાતને નહીં કરે માફ

100થી વધુ સિક્સર છે જીતની ગેરન્ટી
Loading...


મુંબઈ ઈન્ડિયન્સે જ્યારે-જ્યારે એક સીઝનમાં 100થી વધુ સિક્સર ફટકારી છે ત્યારે-ત્યારે તેને જીત મળી છે. 2013માં તેણે 117, 2015માં 120, 2017માં 117 અને આ વખતે તેણે 115 સિક્સર મારી છે. સ્પષ્ટ છે કે, એક સીઝનમાં મુંબઈ ઈન્ડિયનસના પ્લેયર્સ દ્વારા 100થી વધુ સિક્સર મારવી જીતની ગેરન્ટી છે.

જીતની ઉજવણી કરતાં મુંબઈના પ્લેયર્સ (Photo-AP)


ટોસ બનાવે છે બોસ

આઈપીએલના ઈતિહાસમાં ફરી એકવાર ટાઇટલ ટોસ જીતનરી ટીમના નામે રહ્યું. આ પહેલા રમાયેલી 11 ફાઇનલમાંથી આઠ વાર ટોસ જીતનારી ટીમે બાજી મારી હતી. જ્યારે મુંબઈની જીતની સાથે આવું 9મી વાર થયું છે. એટલે કે ટોસ જ આઈપીએલમાં આપને બોસ બનાવે છે.

ટોસ બનાવે છે બોસ (photo-IPL)


ધોની પર ફરી રોહિત પડ્યો ભારે

આઈપીએલની ફાઇનલ મેચમાં ધોની અને રોહિત શર્મા ચોથી વાર આમને-સામને હતા. 2013 અને 2015માં રોહિતની કેપ્ટન્સીવાળી મુંબઈ ઈન્ડિયન્સે ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નઈ સુપર કિંગ્સને માત આપી હતી. ત્યારબાદ 2017માં મુંબઈ ઈન્ડિયન્સે રાઇજિંગ પુણે સુપરજાયન્ટ્સને હરાવીને ટાઇટલ હેટ્રિક પૂરી કરી હતી. જોકે, આ વખતે ટીમનો કેપ્ટન સ્ટીવ સ્મિથ હતો, પરંતુ ધોનીની પાસે ટીમના વિકેટકિપરની જવાબદારી હતી. જ્યારે હાલની સીઝનમાં ફરી એકવાર મુંબઈ એન ચેન્નઈનો સામનો થયો તો લાગી રહ્યું હતું કે રોહિત બોસ સાબિત થઈ શકે છે અને અંતે એવું જ થયું.

જીત બાદ રોહિતની લાંબી દોડ (Photo-AP)


આ પણ વાંચો, IPL 2019: ફાઇનલ મેચ બાદ આ પ્લેયર્સ પર થયો પૈસાનો વરસાદ

મુંબઈ ઈન્ડિયન્સે ફટકારી જીતની ફોર

આઈપીએલ 12માં મુંબઈ પલટનની સામે મહેન્દ્ર સિંહ ધોનીની સુપર કિંગ્સ હારી ગઈ. આ જખતે બંને લીગ મેચોમાં ચેન્નઈને મુંબઈથી હાર મળી તો પહેલી ક્વોલિફાયરમાં પણ તેઓ હારી ગયા. ત્યારબાદ ફાઇનલમાં પણ રોહિતે ધોનીની ટીમને હરાવીને ચોથીવાર ટાઇટલ પર કબજો કરવા ઉપરાંત આઈપીએલની એક સીઝનમાં વિરોધીને ચાર વાર હરાવનારી બીજી ટીમ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ ચેન્નઈના જ નામે હતો, જેણે ગયા વર્ષે સનરાઇઝર્સ હૈદરાબાદને 4-0થી હરાવ્યું હતું.
First published: May 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...