ન્યૂઝ18 ગુજરાતી: મહેન્દ્રસિંહ ધોનીના ફેન્સ દુનિયાભરમાં છે. ક્રિકેટ મેદાને ધોનીને જોવા માટે અને તેને મળવા માટે ફેન્સમાં દીવાનગી જોવા મળતી હોય છે. મંગળવારે દિલ્હીના ફિરોઝશાહ કોટલામાં એકવાર ફરી કંઇક એવું જ જોવા મળ્યું હતું. ચેન્નઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં બે વખત ફેન્સ મેદાનમાં ધોનીને પગે લાગવા પહોંચી ગયા હતા. ધોની બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક પ્રશંસક ગ્રાઉન્ડમાં દોડી આવ્યો હતો અને ધોનીને પગે લાગ્યો હતો.
બ્રાવોએ વિનિંગ શોર્ટ મારી મેચ પૂરી કરી હતી, ત્યારે જ એક વ્હાઇટ શર્ટ પહેરેલો ફેન ધોનીને મળવા મેદાનમાં આવી પહોંચ્યો હતો. આવું પહેલીવાર નથી બન્યું કે, ધોનીના ફેન્સ તેને મળવા માટે મેચ દરમિયાન ગ્રાઉન્ડમાં ઘુસી ગયા હોય.
આ પણ વાંચો: છેલ્લી ઓવરમાં ધોનીની એક સલાહ બાદ બ્રાવોએ ફોર ફટકારી અપાવી દીધી જીત

સોશિયલ મીડિયામાં પણ આને લઇને ચર્ચા થઇ રહી છે. કહેવાય છે કે, અત્યાર સુધી આવું 17મી વખત બન્યું છે કે લાઇવ મેચ દરમિયાન ફેન્સે સુરક્ષાનું ઉલ્લંઘન કર્યું હોય. ત્યાં જ પ્રેક્ટિસ સેશન દરમિયાન આવું ત્રણ વખત બન્યું છે. જો આ વર્ષની વાત કરીએ તો વર્ષ 2019માં જ પાંચ વખત ધોની માટે આવી દીવાનગી જોવા મળી. ધોનીએ મંગળવારે 32 રનોની પારી રમી ચેન્નઇ સુપર કિંગ્સને લીગમાં બીજી જીત અપાવી હતી.
Published by:Azhar Patangwala
First published:March 27, 2019, 12:43 pm