Home /News /sport /કાર્તિકે રિવ્યૂ લેવામાં કરી ભૂલ, કોમેન્ટરે કહ્યું - DRSનો મતલબ દિનેશ નહીં ધોની રિવ્યૂ સિસ્ટમ

કાર્તિકે રિવ્યૂ લેવામાં કરી ભૂલ, કોમેન્ટરે કહ્યું - DRSનો મતલબ દિનેશ નહીં ધોની રિવ્યૂ સિસ્ટમ

કાર્તિકે રિવ્યૂ લેવામાં કરી ભૂલ, કોમેન્ટરે કહ્યું - DRSનો મતલબ દિનેશ નહીં ધોની રિવ્યૂ સિસ્ટમ

દિનેશ કાર્તિકે રિવ્યૂ લીધો હતો અને આ નિર્ણય ખોટો સાબિત થયો

સનરાઇઝર્સ હૈદારાબાદ સામેના મુકાબલામાં કોલકાતા નાઇડ રાઇડર્સના કેપ્ટન ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ટીમના બોલરોએ નિરાશ કર્યા હતા. વોર્નર અને બેરિસ્ટોએ ઓપનિંગમાં શાનદાર બેટિંગ કરતા કોલકાતાના બોલરોની ભૂલનો ફાયદો ઉઠાવ્યો હતો. આ દરમિયાન કોલકાતાના કેપ્ટન દિનેશ કાર્તિકથી એક મોટી ચૂક થઈ હતી. મેચની બીજી જ ઓવરમાં દિનેશ કાર્તિકે ડીઆરએસ લઈને ભૂલી કરી હતી.

બીજી ઓવર પીયુષ ચાવલા ફેકી રહ્યો હતો. તેના પાંચમાં બોલે વોર્નર ચૂકી ગયો હતો. તેની સામે LBWની અપીલ થઈ હતી. જેને અમ્પાયરે ફગાવી દીધી હતી. આ પછી દિનેશ કાર્તિકે રિવ્યૂ લીધો હતો અને આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. બોલ લેગ સ્ટમ્પની બહાર પડ્યો હતો, જેના કારણે થર્ડ અમ્પાયરે વોર્નરને નોટઆઉટ આપ્યો હતો.

આ પણ વાંચો - IPL 2019: આ મામલે વિરાટ કોહલી કરતા પણ મોટો ખેલાડી છે રૈના

દિનેશ કાર્તિકના આ ખરાબ નિર્ણય પછી કોમેન્ટ્રી કરી રહેલા આકાશ ચોપડાએ ઘણું રસપ્રદ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે DRSનો મતલબ દિનેશ રિવ્યૂ સિસ્ટમ નથી પણ ધોની રિવ્યૂ સિસ્ટમ થાય છે.

વોર્નરે આ મેચમાં શાનદાર બેટિંગ કરતા 53 બોલમાં 85 રન બનાવ્યા હતા. તેણે 31 બોલમાં જ અડધી સદી ફટકારી દીધી હતી. વોર્નરે સિક્સર ફટકારી પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે વોર્નરની આઈપીએલમાં 37 અડધી સદી થઈ ગઈ છે. જે આઈપીએલમાં સૌથી વધારે અડધી સદી છે.
First published:

Tags: Dinesh karthik, DRS, Ipl 2019

विज्ञापन