RCB vs DC: બેંગલોરનો સતત છઠ્ઠો પરાજય, દિલ્હીનો 4 વિકેટે વિજય

News18 Gujarati
Updated: April 7, 2019, 7:49 PM IST
RCB vs DC: બેંગલોરનો સતત છઠ્ઠો પરાજય, દિલ્હીનો 4 વિકેટે વિજય
ઐયરના 50 બોલમાં 8 ફોર અને 2 સિક્સર સાથે 67 રન, રબાડાની 4 વિકેટ

ઐયરના 50 બોલમાં 8 ફોર અને 2 સિક્સર સાથે 67 રન, રબાડાની 4 વિકેટ

  • Share this:
કાગિસો રબાડાની શાનદાર બોલિંગ (4 વિકેટ) પછી કેપ્ટન શ્રેયસ ઐયરની અડધી સદી (67)ની મદદથી દિલ્હી કેપિટલ્સે આઇપીએલ-12માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. બેંગલોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 18.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 152 રન બનાવી લીધા હતા. આ બેંગલોરનો સતત છઠ્ઠો પરાજય છે.

શિખર ધવન પ્રથમ બોલે જ કેચ આઉટ થયો હતો. પૃથ્વી અને ઐયરે બાજી સંભાળી બીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. આ જોડીને નેગીએ તોડી હતી. પૃથ્વી 28 રને કેચ આઉટ થયો હતો. ઇનગ્રામ 22 રને અલીનો શિકાર બન્યો હતો.

ઐયરે બાજી સંભાળતા 37 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી હતી. ઐયર 50 બોલમાં 8 ફોર અને 2 સિક્સર સાથે 67 રન બનાવી આઉટ થયો હતો.

વિરાટ કોહલીના 41 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-12માં દિલ્હી કેપિટલ્સ સામે 20 ઓવરમાં 8 વિકેટે 149 રન બનાવ્યા છે. દિલ્હીને જીતવા માટે 150 રનનો પડકાર મળ્યો છે.

પાર્થિવ પટેલ 9 રન બનાવી મોરિસની ઓવરમાં આઉટ થયો હતો. ડી વિલિયર્સ વધારે ટકી શક્યો ન હતો અને  17 રને રબાડાનો શિકાર બન્યો હતો. સ્ટોઇનિસ 15 રન બનાવી આઉટ થયો હતો.

વિરાટ કોહલીએ બાજી સંભાળતા 33 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 41 રન બનાવ્યા હતા. મોઈન અલીએ 18 બોલમાં 1 ફોર અને 3 સિક્સર સાથે 32 રન બનાવ્યા હતા. બંનેના આઉટ થયા પછી ટીમનો ધબડકો થયો હતો.દિલ્હી તરફથી રબાડાએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. મોરિસને 2 વિકેટ, જ્યારે લામિચાને અને અક્ષરને 1-1 વિકેટ મળી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે દિલ્હી કેપિટલ્સના સુકાની શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

બંને ટીમો આ પ્રકારે છે

રોયલ ચેલેન્જર્સ બેંગલોર - પાર્થિવ પટેલ, વિરાટ કોહલી, ડી વિલિયર્સ, માર્કસ સ્ટોઇનિસ, મોઈન અલી, આકાશદીપ નાથ,પવન નેગી, ટીમ સાઉથી, નવદીપ સૈની, ચહલ, સિરાજ.

દિલ્હી કેપિટલ્સ - પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ ઐયર, રિષભ પંત, કોલિન ઇન્ગ્રામ, રાહુલ તેવાટિયા, ક્રિસ મોરિસ, અક્ષર પટેલ, કાગિસો રબાડા, ઇશાંત શર્મા, સંદીપ લામિચાને.
First published: April 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading