IPL કરોડો રુપિયા કમાતો આ સુપરસ્ટાર રીક્ષામાં કરે છે સફર

News18 Gujarati
Updated: April 11, 2019, 4:51 PM IST
IPL કરોડો રુપિયા કમાતો આ સુપરસ્ટાર રીક્ષામાં કરે છે સફર
IPL કરોડો રુપિયા કમાતો આ સુપરસ્ટાર રીક્ષામાં કરે છે સફર

હૈદરાબાદનો આ બેટ્સમેન પોતાની પુત્રી સાથે રિક્ષામાં હૈદરાબાદના રસ્તા પર ફરી રહ્યો છે

  • Share this:
પોતાના બેટથી વિરોધી બોલરોના હોશ ઉડાવનાર બેટ્સમેન ડેવિડ વોર્નર હાલના દિવસોમાં રંગમાં છે. ગત વર્ષે બોલ ટેમ્પરિંગમાં ફસાયા પછી આઈપીએલમાં ન રમી શકનાર વોર્નરે આ વખતે શાનદાર વાપસી કરી છે. વોર્નર વર્તમાન આઈપીએલ સિઝનમાં સૌથી વધારે રન બનાવનાર ક્રિકેટર છે. ડેવિડ વોર્નર શાનદાર ફોર્મની મજા પોતાના અંદાજમાં લઈ રહ્યો છે.

વોર્નરનો એક વીડિયો સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. જેમાં તે ઓટો રિક્ષામાં ફરી રહ્યો છે. હૈદરાબાદના આ બેટ્સમેન પોતાની પુત્રી સાથે રિક્ષામાં હૈદરાબાદના રસ્તા પર ફરી રહ્યો છે. હૈદરાબાદના પ્રશંસકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.


આ પણ વાંચો - એક વર્ષમાં બે દિવસ જ ઘરે ગયો છે પોલાર્ડ, IPLમાં પત્નીને આપી આવી રીતે ભેટ

વર્તમાન સિઝનમાં વોર્નરે 6 મેચમાં 87.25ની એવરેજથી 349 રન બનાવ્યા છે. તેના નામે એક સદી પણ છે. જે તેણે આરસીબી સામે ફટકારી હતી. હૈદરાબાદની ટીમે પ્રથમ મેચ ગુમાવ્યા પછી સતત ત્રણ મેચમાં વિજય મેળવ્યો હતો. જોકે આ પછી બે મેચમાં પરાજય થયો હતો. આ મેચમાં વોર્નર ખાસ ઝળકી શક્યો ન હતો.
First published: April 11, 2019, 4:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading