Home /News /sport /IPL 2019: આરસીબીને 7 વિકેટે હરાવી ચેન્નાઈએ જીત સાથે શરુઆત કરી

IPL 2019: આરસીબીને 7 વિકેટે હરાવી ચેન્નાઈએ જીત સાથે શરુઆત કરી

રોયલ ચેલેન્જર્સ બેંગલોર - 70 રનમાં ઓલઆઉટ, ચેન્નાઈ સુપર કિંગ્સ - 71/3 (17.4 ઓવર)

રોયલ ચેલેન્જર્સ બેંગલોર - 70 રનમાં ઓલઆઉટ, ચેન્નાઈ સુપર કિંગ્સ - 71/3 (17.4 ઓવર)

આઈપીએલ-12માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે જીત સાથે શરુઆત કરી છે. બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે આઇપીએલ-12ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. બેંગલોર 17.1 ઓવરમાં 70 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં ચેન્નાઈએ 17.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો.

વોટ્સન 10 બોલમાં શૂન્ચ રન બનાવી આઉટ થયો હતો. રૈના 19 રને અલીનો શિકાર બન્યો હતો. રાયડુએ એક છેડો જાળવી રાખતા 28 રન બનાવ્યા હતા.

આઈપીએલની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બેટ્સમેનો પાણીમાં બેસી જતા ટીમ 17.1 ઓવરમાં 70 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બેંગલોર તરફથી પાર્થિવ પટેલે સૌથી વધારે 29 રન બનાવ્યા હતા.

આ પહેલા બેંગલોર તરફથી વિરાટ કોહલી 6 રન બનાવી હરભજનની ઓવરમાં આઉટ થયો હતો. મોઈન  અલી 9 અને ડી વિલિયર્સ 9 રને હરભજનનો શિકાર બન્યા હતા. હેટમાયર ખાતું ખોલાયા વિના રન આઉટ થયો હતો. બેંગલોરે 39 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી છે. શિવમ દુબે 2 રન બનાવી ઇમરાન તાહિરનો શિકાર બન્યો હતો. બેંગલોરે 53 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી છે.

પાર્થિવ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરના આંક સુધી પહોંચી શક્યો ન હતો. ચેન્નાઈ તરફથી હરભજન સિંહે અને ઇમરાન તાહિરે 3-3 વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ અને બ્રાવોને 1 વિકેટ મળી હતી.

આઈપીએલની  પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીત્યો હતો અને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

પ્લેઇંગ ઇલેવન

ચેન્નાઈ સુપર કિંગ્સ - એમએસ ધોની (કેપ્ટન), અંબાતી રાયડુ, શેન વોટ્સન, રૈના, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, હરભજન સિંહ, ઇમરાન તાહિર.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર - વિરાટ કોહલી (કેપ્ટન), પાર્થિવ પટેલ, હેટમાયર, ડી વિલિયર્સ, શિવમ દુબે, કોલિન ગ્રાન્ડહોમે, મોઈન અલી, ઉમેશ યાદવ, ચહલ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની.

24 માર્ચને રવિવારની મેચ
કોલકાતા નાઇટ રાઇડર્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 4.00 કલાકે
મુંબઈ ઇન્ડિયન્સ વિ. દિલ્હી કેપિટલ્સ, રાત્રે 8.00 કલાકે
First published:

Tags: Chennai super kings, Cricket Score, Csk vs rcb, Ipl 2019, રોયલ ચેલેન્જર્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો