MI vs CSK: મુંબઈ ઇન્ડિયન્સ ફાઇનલમાં, ચેન્નાઈને હજુ મળશે એક તક

News18 Gujarati
Updated: May 7, 2019, 11:12 PM IST
MI vs CSK: મુંબઈ ઇન્ડિયન્સ ફાઇનલમાં, ચેન્નાઈને હજુ મળશે એક તક
મુંબઈ ઇન્ડિયન્સ ફાઇનલમાં

મુંબઈની ટીમે પાંચમી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો, સૂર્યકુમારના 54 બોલમાં અણનમ 71 રન, મુંબઈ ઇન્ડિયન્સનો 6 વિકેટે વિજય

  • Share this:
બોલરાના ચુસ્ત પ્રદર્શન બાદ સૂર્યકુમાર યાદવની અડધી સદી (71*)ની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-12માં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 131 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

આ જીત સાથે મુંબઈએ આઇપીએલ-12ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બીજી તરફ આ મેચમાં પરાજય થયો હોવા છતા ચેન્નાઈના પડકારનો અંત આવ્યો નથી. ચેન્નાઈએ હવે ક્વોલિફાયર-2ના મુકાબલામાં રમવું પડશે. દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની વિજેતા ટીમ સામે ચેન્નાઈનો મુકાબલો થશે. મુંબઈ ઇન્ડિયન્સે સતત ચોથી વખત ચેન્નાઈને હરાવ્યું છે. આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ટીમ બની છે.

રોહિત શર્મા પ્રથમ ઓવરના બીજા જ બોલે દીપક ચહરનો શિકાર બન્યો હતો. ડી કોક 8 રન બનાવી હરભજનનો શિકાર બન્યો હતો. મુંબઈએ 21 રને બીજી વિકેટ ગુમાવી હતી. આ પછી સૂર્યકુમારે એકછેડો સાચવી રાખતા  37 બોલમાં 8 ફોર સાથે અડધી સદી પૂરી કરી હતી.

આ પણ વાંચો - આ અભિનેત્રીએ કહ્યું - ધોની બચીને રહેજે, ઝીવાને કરી શકું છું કિડનેપ

સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશને બાજી સંભાળતા ત્રીજી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. આ જોડીને તોડવા તાહિર સફળ રહ્યો હતો. તાહિરે ઇશાનને 28 રને આઉટ કર્યો હતો. સૂર્યકુમારે 54 બોલમાં 10 ફોર સાથે અણનમ 71 રન બનાવી ટીમને જીત અપાવી હતી.

અગાઉ ચેન્નાઈનો પ્લેસિસ 6 રને રાહુલ ચહરનો શિહાર બન્યો હતો. રૈના પણ ખાસ ઝળકી ન શકતા 5 રને જયંત યાદવની ઓવરમાં કેચ આઉટ થયો હતો. ચેન્નાઈએ 12 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. વોટ્સન 10 રને આઉટ થતા ચેન્નાઈએ 32 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. વિજય અને રાયડુએ 33 રનની ભાગીદારી કરી બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. વિજય 26 રન બનાવી ચહરનો શિકાર બન્યો હતો.ધોની અને રાયડુએ 7.5 ઓવરમાં અતૂટ 66 રનની ભાગીદારી નોંધાવી સ્કોરને 131 સુધી પહોંચાડ્યો હતો. રાયડુ 37 બોલમાં 42 અને ધોની 29 બોલમાં 37 રન બનાવી અણનમ રહ્યા હતા.

મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ચેન્નાઈની ટીમમાં એક ફેરફાર થયો છે. ઈજાગ્રસ્ત કેદાર જાધવના સ્થાને મુરલી વિજયનો સમાવેશ કરાયો છે. જ્યારે મુંબઈની ટીમમાં મિચેલ મેક્લેનઘાનના સ્થાને જયંત યાદવનો સમાવેશ કરાયો છે.

બંને ટીમો આ પ્રમાણે છે

ચેન્નાઈ સુપરકિંગ્સ - શેન વોટ્સન, મુરલી વિજય, પ્લેસિસ, સુરેશ રૈના, અંબાતી રાયડુ, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, હરભજન સિંહ, દીપક ચહર, ઇમરાન તાહિર.

મુંબઈ ઇન્ડિયન્સ - રોહિત શર્મા, ડી કોક, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, ક્રુણાલ પંડ્યા, જયંત યાદવ, રાહુલ ચહર, બુમરાહ, મલિંગા.
First published: May 7, 2019, 4:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading