CSK vs KKR : બોલરો ઝળક્યા, ચેન્નાઈનો 7 વિકેટે વિજય

કોલકાતા નાઇટ રાઇડર્સ - 108/9, ચેન્નાઈ સુપર કિંગ્સ - 111/3 (17.2)

કોલકાતા નાઇટ રાઇડર્સ - 108/9, ચેન્નાઈ સુપર કિંગ્સ - 111/3 (17.2)

  • Share this:
    બોલરોના શાનદાર પ્રદર્શન પછી પ્લેસિસના અણનમ 43 રનની મદદથી ચેન્નાઈ સુપરકિંગ્સે આઇપીએલ-12માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 108 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

    વોટ્સન 17 રને નરૈનનો શિકાર બન્યો હતો. રૈના 14 રન બનાવી નરૈનની ઓવરમાં આઉટ થયો હતો. પ્લેસિસે 43 રન બનાવી ચેન્નાઈને જીત અપાવી હતી.

    આન્દ્રે રસેલની અડધી સદી (50*)ની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ-12માં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 108 રન બનાવી લીધા છે. ચેન્નાઈને જીતવા માટે 109 રનનો પડકાર મળ્યો છે. રસેલે એક છેડો સાચવી રાખતા 44 બોલમાં 5 ફોર અને 3 સિક્સરની મદદથી 50 રન બનાવ્યા હતા.

    ક્રિસ લિન પ્રથમ ઓવરમાં જ દીપક ચાહરનો શિકાર બન્યો હતો. નરૈન 6 અને નીતિશ રાણા 00 રને આઉટ થતા કોલકાતાએ 9 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. રોબિન ઉથપ્પા પણ ખાસ કમાલ ન કરી શકતા 11 રને ચાહરનો શિકાર બન્યો હતો. કોલકાતાએ 24 રને ચોથી વિકેટ ગુમાવી હતી.



    દિનેશ કાર્તિક 19 અને શુભમન ગિલ 9 રને આઉટ થયો હતો. રસેલ સિવાય કોઈ બેટ્સમેન ખાસ કમાલ કરી શક્યો ન હતો. ચેન્નાઈ તરફથી દીપક ચાહરે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે હરભજન અને તાહિરે 2-2 વિકેટ ઝડપી હતી. જાડેજાને 1 વિકેટ મળી હતી.

    કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

    બંને ટીમો આ પ્રમાણે છે

    ચેન્નાઈ સુપર કિંગ્સ - શેન વોટ્સન, પ્લેસિસ, રાયડુ, રૈના, જાધવ, એમએસ ધોની, જાડેજા, સ્કોટ કુગલેન, દીપક ચાહર, હરભજન સિંહ, તાહિર.

    કોલકાતા નાઇટ રાઇડર્સ - ક્રિસ લિન, સુનીલ નરૈન, ઉથપ્પા, નીતિશ રાણા, દિનેશ કાર્તિક, શુભમન ગિલ, આંન્દ્રે રસેલ, પીયુષ ચાવલા, કુલદીપ યાદવ, હેની ગુર્ને, પ્રદીશ ક્રિષ્ના
    Published by:Ashish Goyal
    First published: