મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સે મંગળવારે પોતાના હોમગ્રાઉન્ડ પર કોલકાતા નાઇટ રાઇડર્સ સામે વિજય મેળવ્યો હતો. ટીમ પાસે જીતની ઉજવણી કરવાનો સમય ન હતો કારણ કે ટીમે પોતાની બીજી મેચ માટે રવાના થવાનું હતું. ટીમે જયપુર જવાનું હતું જ્યાં ગુરુવારે તે આગામી મેચમાં રમશે. એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતા મહેન્દ્રસિંહ ધોનીની એક તસવીર વાઇરલ થઈ રહી છે. આ તસવીર ધોનીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે.
ધોનીએ પોસ્ટ કરેલ તસવીરમાં ધોની અને તેની પત્ની સાક્ષી બેગપેક પર માથું રાખીને જમીન ઉપર ઉંઘી રહ્યા છે. આ તસવીર બહાર આવતા જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ છે. ધોનીએ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે આઈપીએલમાં સમયની આદત પડી જવાના કારણે આવું થાય છે જ્યારે તમારી ફ્લાઇટ સવારે વહેલી હોય છે. ધોનીની આવી સાદગી તેના પ્રશંસકો વધારી રહી છે.
આઈપીએલનો વ્યસ્ત કાર્યક્રમ હંમેશા ખેલાડીઓને ઘણો થકવી નાખે છે. મેચ રમવાની સાથે-સાથે સતત ટ્રાવેલના ખેલાડીઓ થાકી જાય છે. સીએસકેએ પોતાની છેલ્લી બે ઘરેલું મેચમાં જીત મેળવી છે. સીએસકે હવે આગામી ચાર મેચ ચેન્નાઈની બહાર રમવાનું છે. રાજસ્થાન રોયલ્સ સામે જયપુરમાં રમ્યા પછી તે કોલકાતા માટે રવાના થશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર