Home /News /sport /

IPL 2019: શહીદોના પરિવારોની મદદ માટે 20 કરોડ રુપિયા આપશે BCCI

IPL 2019: શહીદોના પરિવારોની મદદ માટે 20 કરોડ રુપિયા આપશે BCCI

IPL 2019: શહીદોના પરિવારોની મદદ માટે 20 કરોડ રુપિયા આપશે BCCI

સીઓએએ આઈપીએલની ભવ્ય ઓપનિંગ સેરેમની ના કરીને તેની રકમ સેન્ય બળોના મદદ માટે આપવાનો નિર્ણય કર્યો હતો

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) એક પ્રશંસનિય પગલું ભર્યું છે. બીસીસીઆઈએ પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોની મદદ માટે આર્મી વેલફેયર ફંડમાં 20 કરોડ રુપિયા દાન આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય રિપોર્ટ છે કે બીસીસીઆઈના એક અધિકારી ભારતીય સૈન્ય દળો (સેના, વાયુ સેના અને નૌ સેના) ના વરિષ્ઠ અધિકારીઓને 23 માર્ચે ચેન્નાઈમાં આઈપીએલની ઓપનિંગ મેચના દિવસે આમંત્રિત કરવાની યોજના બનાવી રહ્યા છે.

    આઈપીએલની ઓપનિંગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું હતું કે હા, સીઓએએ આર્મી વેલફેયર ફંડ માટે 20 કરોડ રુપિયાની મંજૂરી આપી છે. શરુઆતના દિવસે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી બંને હાજર રહેશે.

    આ પણ વાંચો - IPL 2019: ચોથી વખત ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવે છે ધોનીના ‘સુપરકિંગ્સ’

    સીઓએએ આઈપીએલની ભવ્ય ઓપનિંગ સેરેમની ના કરીને તેની રકમ સેન્ય બળોના મદદ માટે આપવાનો નિર્ણય કર્યો હતો. તેમના મતે આઈપીએલની ઓપનિંગ સેરેમનીનું બજેટ ગત વર્ષે 15 કરોડ રુપિયા હતું. બીસીસીઆઈએ તેને વધારીને 20 કરોડ રુપિયા કરી દેશે. આ રકમને આર્મી વેલફેયર ફંડ અને રાષ્ટ્રીય રક્ષા કોષમાં આપવામાં આવશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ipl 2019, Welfare of armed forces, આઇપીએલ, બીસીસીઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन