આઇપીએલ-12માં પોતાના બેટિંગથી તહલકો મચાવનાર આન્દ્રે રસેલ 31 વર્ષનો થઈ ગયો છે. 29 એપ્રિલ 1988ના રોજ જમૈકામાં જન્મેલ રસેલ આજે દુનિયાના સોથી મોટા પાવર હિટર્સમાંથી એક છે. રસેલની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તે આઈપીએલની આ સિઝનમાં 50થી વધારે સિક્સરો ફટકારી ચૂક્યો છે. રસેલ મેદાનમાં જેટલો આક્રમક જોવા મલે છે તે અંગત જીવનમાં તેટલો જ શાંત છે. રસેલના જન્મ દિવસ ઉપર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના બૂટને કિસ કરી રહ્યો છે.
રસેલના જન્મ દિવસે તેની પત્ની જેસિમે એક ભેટ આપી હતી. જેસિમે રસેલને બૂટ ભેટમાં આપ્યા હતા. રસેલને તે બૂટ એટલા પસંદ પડ્યા હતા કે તેને ચૂમી લીધા હતા અને આ પછી બિસ્તર પર બૂટ પહેરી ચડી ગયો હતો.
પોતાના પતિના જન્મ દિવસના પ્રસંગે જેસિમ લોરાએ પણ રસેલને ખાસ અંદાજમાં જન્મ દિવસ વિશ કર્યો હતો. પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર જેસિમે રસેલની તસવીર શેર કરી છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર