ન્યૂઝ18 ગુજરાતી: આઇપીએલમાં ખેલાડીઓ વચ્ચે ગરમા-ગરમી જોવા મળતી હોય છે. આવું જ કંઇક જોવા મળ્યું દિલ્હી ડેરડેવિલ્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે રમાઇ રહેલી મેચમાં. ચેન્નઇની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે દિલ્હીના ઝડપી બોલર ઇશાંત શર્મા અને કાગિસો રબાડા શેન વોટસન સાથે ભીડાઇ ગયા હતા. કોઇ વાતને લઇને ત્રણેય વચ્ચે ઉગ્ર ચર્ચા થતી જોવા મળી હતી. સૌથી પહેલાં ઇશાંત અને વોટસન વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી. જે બાદ કાગિસો રબાડા પણ શેન વોટ્સન સાથે ઉગ્ર ચર્ચા કરતો જોવા મળ્યો હતો.
ચેન્નઇએ આવી રીતે આપ્યો જવાબ
વોટ્સન સાથે થયેલી ગરમા-ગરમી બાદ ચેન્નઇ સુપરકિંગ્સના બેસ્ટમેનોએ આક્રમક રૂપ ધારણ કર્યો હતો. શરૂઆત સુરેશ રૈનાએ કરી, જેણે ઇશાંત શર્માની ઓવરમાં સતત 3 ફોર મારી હતી. રૈનાએ ઇશાંત શર્માની આ ઓવરમાં કુલ ચાર ફોર મારી હતી.
એ પછી વોટ્સને દમ બતાવ્યો હતો. તેણે 4 ફોર અને 3 સિક્સની મદદથી 26 બોલમાં 44 રન કર્યા હતા. વોટસનનો સ્ટ્રાઇક રેટ 169.23 રહ્યો. જોકે, અમિત મિશ્રાની ઓવરમાં રિષભ પંતે તેને સ્ટંપ આઉટ કર્યો હતો.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર