જાણો કોણ છે શ્રેયસ ગોપાલ જેની સામે ડિવિલિયર્સ પણ થઈ જાય છે ફેલ

News18 Gujarati
Updated: May 20, 2018, 12:33 PM IST
જાણો કોણ છે શ્રેયસ ગોપાલ જેની સામે ડિવિલિયર્સ પણ થઈ જાય છે ફેલ

  • Share this:
કર્ણાટકના ઓલરાઉન્ડ શ્રેયસ ગોપાલે શનિવારે આઈપીએલમાં પોતાની ફિરકીથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેનો બોરિયા બિસ્તરા બંધાવીને ટૂર્નામેન્ટથી બહાર કરી નાંખ્યા. ગોપાલએ ચાર ઓવર નાંખી અને 20 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. શ્રેયસે એબી ડિવિલિયર્સ, મોઈન અલી, મનદીપ સિંહ અને પાર્થિવ પટેલ જેવા બેટ્સમેનોનો શિકાર કર્યો. રસપ્રદ વાત તે છે કે, ડિવિલિયર્સ, મનદીપ અને પાર્થિવ ગોપલની ઓવરમાં સ્ટમ્પ આઉટ થયા, તેની જાદૂઈ બોલિંગની મદદથી રાજસ્થાને બેંગ્લોરને માત આપીને પ્લેઓફ માટે આશા જીવંત રાખી હતી.

ગોપાલની બોલિંગ સામે સુપરમેન અને મિસ્ટર 360 ડિગ્રી બેટ્સમેન તરીકે ફેમસ એબી ડિવિલિયર્સ પણ રન બનાવવા માટે તરસી ગયો હતો. ગોપાલે આઈપીએની 11મી સિઝનમાં ડિવિલિયર્સનો બે વખત શિકાર કર્યો. એબી ગોપાલની ઓવરમાં એકપણ બાઉન્ડ્રી મારી શક્યો નથી. ગઈકાલે (19 મે રવિવાર) રમાયેલ મેચમાં ડિવિલિયર્સે ગોપાલના 11 બોલમાં 10 રન બનાવ્યા. આ પહેલા આ બંને ટીમો 15 એપ્રિલે સામ-સામે આવી હતી, ત્યારે પણ ગોપાલે ડિવિલિયર્સને ચાલતો કર્યો હતો. તે સમયે એબીએ ગોપાલના 10 બોલ રમ્યા હતા અને પાંચ રન બનાવ્યા હતા. આ મેચમાં ગોપાલે કોહલીની પણ વિકેટ ઝડપી હતી.

ગોપાલ કર્ણાટક ટીમના મહત્વપૂર્ણ ખેલાડી છે. કર્ણાટક ઘરેલૂ ક્રિકેટમાં મજબૂત હોવાનું એક કારણ ગોપાલ દ્વારા બલ્લા અને બોલ દ્વારા શાનદાર પ્રદર્શન પણ છે. આ સિઝનમાં રાજસ્થાને તેમને 20 લાખની બેસ પ્રાઈઝમાં ખરીદ્યો હતો. તે ત્રણ વખતે આઈપીએલની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ સામે પણ રહ્યો છે પરંતુ ત્યાં તેને વધારે તક મળી નહતી. ગોપાલ કરિયરની શરૂઆતમાં બેટિંગમાં વધારે મજબૂત હતો પરંતુ પાછળથી તેને બોલિંગે ચમકાવી દીધો હતો.

કર્ણાટક માટે 2013-14માં તેને ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ સિઝનમાં 18 મેચોમાં 22 વિકેટ પોતાના નામે કરી હતી. ત્યાર બાદ ઈરાની કપમાં તેને શેષ ભારત વિરૂદ્ધ હેટ્રિક લીધી હતી. બોલિંગ એક્શને લઈને તેમની સરખામણી અનિલ કુમ્બલે સાથે કરવામાં આવે છે. આ વિશે ગોપાલનું કહેવું છે કે, તેઓ બાળપણમાં અનિલની એક્શનની કોપી કરતાં હતા. ગોપાલ શરૂમાં ક્રિકેટ ઓછી અને બાકીની રમતો જેવી કે બેડમિન્ટન, રોલર સ્કેટ વગેરે વધારે રમતા હતા.

પરંતુ પાછળથી તે કર્ણાટક અંડર-13, અંડર-15 અને અંડર-19 ટીમના કેપ્ટન બન્યા. ગોપાલે ફસ્ટ કલાસ ક્રિકેટમાં 46 મેચોમાં 46 મેચોમાં 1907 રન બનાવવા સાથે જ 152 વિકેટ પણ પોતાના નામે કરી છે. જ્યારે 17 લિસ્ટ એ મેચોમાં તેમના નામે 165 રન અને 31 વિકેટ છે.
First published: May 20, 2018
વધુ વાંચો
अगली ख़बर