VIDEO: પંજાબની જીતથી ભાવુક થઇ પ્રિટી ઝિંટા

News18 Gujarati
Updated: May 7, 2018, 6:35 PM IST
VIDEO: પંજાબની જીતથી ભાવુક થઇ પ્રિટી ઝિંટા

  • Share this:
આઈપીએલ સુપર સંડેના બીજા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ સામે મળેલી જીત અને કેએલ રાહુલની 84 રનની અણનમ ઇનિંગે પ્રિટી ઝિંટાને ભાવુક કરી દીધી હતી. કેએલ રાહુલે જીત પછી ભાંગડા કરીને જીતની ઉજવણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ ગત બે સપ્તાહથી લયમાં નજર આવી રહી છે. ટીમની શરૂઆતની મેચમાં જીત મળ્યા બાદ કેટલીક મેચોમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આવામાં ટીમની માલિક પ્રિટી ઝિંટા માટે રાજસ્થાન રોયલ્સ સામે જીત ભાવુક કરી દેનાર ક્ષણ હતી. તેમના ચહેરાના એક્સપ્રેશન ટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.

ઓપનર લોકેશ રાહુલ 84 રનની અણનમ શાનદાર અર્ધશતકના દમ ઉપર કિંગ્સ ઇલેવન્સ પંજાબે રાજસ્થાન રોયલ્સને છ વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાને પહેલા બેટિંગ કરવાની સાથે નવ વિકેટના નુકસાન સાથે 152 રનનો સ્કોર બનાવ્યો હતો. આ સ્કોરને પંજાબે 18.4 ઓવરમાં ચાર વિકેટના નુકસાન સાથે 155 રન બનાવીને હાંસલ કર્યો હતો.

પંજાબની નવ મેચોમાં આ છઠ્ઠી જીત છે. હવે તેના 12 પોઇન્ટ થઇ ગયા છે. આ ટીમ સ્કોર બોર્ડ પર ત્રીજા નંબરે છે. બીજી તરફ રાજસ્થાનને આટલી મેચોમાં છ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાન માટે હવે પ્લેઓફની રાહ ખુબજ મુશ્કેલ છે.
First published: May 7, 2018, 6:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading