IPL 2018 : સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યા બાદ બદલાયા કોહલીના સુર

News18 Gujarati
Updated: May 18, 2018, 1:56 PM IST
IPL 2018 : સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યા બાદ બદલાયા કોહલીના સુર

  • Share this:
આઈપીએલના વર્તમાન સિઝનમાં જે ટીમે સૌથી ચૌકાવનાર પ્રદર્શન કર્યું હોય તો તે છે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. એક સમય હતો જ્યારે આ ટીમ સિઝનમાં સતત મેચો હારીને પ્લેઓફની રેસમાંથી બહાર જતી નજરે પડી રહી હતી. જોકે હવે સિઝનની સૌથી સફળ ટીમ સનરાઈઝર્સને હરાવીને પ્લેઓફની રેસમાં યથાવત છે.

આ સિઝનની શરૂઆતના સમયમાં કેપ્ટન કોહલી પોતાની ટીમના ખરાબ પ્રદર્શનથી એટલો નારાજ હતો કે, તેને ઓરેન્જ કેપ પહેરવાથી પણ ઈન્કાર કરી દીધો હતો. જોકે, આજે જીત સાથે જ કોહલીના સુર બદલાઈ ગયા છે. હૈદરાબાદની ટીમ વિરૂદ્ધ મળેલી 14 રનથી જીત બાદ કોહલીએ પોતાની ટીમ અને ખાસ કરીને બોલર્સના પેટભરીને વખાણ કર્યા હતા.

મેચ બાદ કોહલીએ કહ્યું હતું કે, "બોલરોના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા હશે. બોલિંગના કારણે અમે બે પોઈન્ટ મેળવી શક્યા છીએ. પાછલી ત્રણ મેચોમાં અમારી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે અમે રાજસ્થાન વિરૂદ્ધ આ લય સાથે જ ઉતરીશું. ટીમ શાનદાર રમી રહી છે."

બેંગ્લુરૂમાં પોતાના ઘરેલુ મેદાન પર કોહલીની ટીમ આરસીબીએ 06 વિકેટ પર 218 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં હૈદરાબાદ કેપ્ટન કેન વિલિયમ્સનની શાનદાર ઈનિંગ છતાં ત્રણ વિકેટ પર 204 રન જ બનાવી શકી હતી.
First published: May 18, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...