Home /News /sport /

IPL 2018 : રાજસ્થાન વિરૂદ્ધ સત્રની ખાસ મેચ રમશે વિરાટ કોહલીની ટીમ

IPL 2018 : રાજસ્થાન વિરૂદ્ધ સત્રની ખાસ મેચ રમશે વિરાટ કોહલીની ટીમ

    ભારતીય ક્રિકેટ સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની કેપ્ટનસીમાં ઉતરનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ 15 એપ્રિલે રમાનાર ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચંમાં લીલી જર્સી પહેરીને ઉતરશે. ગો ગ્રીન પહેલનું સમર્થનમાં ટીમ દરેક વર્ષે ભાગ લે છે અને ટીમના કેપ્ટન કોહલી મેચ શરૂ થયા પહેલા વિપક્ષી ટીમને છોડ ભેટ રૂપે આપે છે. પ્રતિબંધના બે વર્ષ બાદ આઈપીએલમાં વાપસી કરી રહેલ રાજસ્થાન રોયલ્સ અને બેંગ્લોર વચ્ચે આ મુકાબલો જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં થશે.

    આ અભિયાનમાં ભાગ લેનાર ખેલાડીની જર્સી પર તેના નામની જગ્યાએ તેના ટ્વિટર હેન્ડલનું નામ લખવામાં આવે છે. આરસીબીના સેલ્સ માર્કેટીંગ અને ઇનોવેશનના વડા મધુમિતા બાસુએ કહ્યું કે, આ વર્ષે પણ ગ્રીન અભિયાનનું સમર્થન કરવાનું શરૂ રાખીશું અને આવું 15 એપ્રિલે થનાર મેચમાં થશે.

    ખાસ હોય છે ગ્રીન જર્સી

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલમાં પોતાના અભિયાનની શરૂઆત 8 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ કરશે. ગો ગ્રીન પહેલનું સમર્થન કરતાં વિરાટ કોહલી દરેક સિઝનમાં એક મેચ ગ્રીન જર્સી પહેરીને રમે છે, જેને ખાસ રીતે તૈયાર કરાવવામાં આવે છે. ટીમ માટે ગ્રીન જર્સી પ્લાસ્ટીકને રિસાઈકલ કરીને બનાવવામાં આવે છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Ipl 2018, Rajasthan royals, રોયલ ચેલેન્જર્સ, વિરાટ કોહલી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन