આઈપીએલ 2018: આ 6 રીતે ટીમ માલિકો કરે છે કરોડોની કમાણી

News18 Gujarati
Updated: April 4, 2018, 11:04 PM IST
આઈપીએલ 2018: આ 6 રીતે ટીમ માલિકો કરે છે કરોડોની કમાણી

  • Share this:
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સિઝન 11નું આયોજન 7 એપ્રિલ 2018થી 27 મે 2018 સુધી થશે. દરેક વર્ષની જેમ આ વખતે પણ દર્શક આ લીગના મુકાબલાઓને જોવા માટે ખુબ જ ઉત્સાહિત નજરે પડી રહ્યાં છે. આ એવી લીગ છે જે ક્રિકેટર્સ, બિઝનેસમને, એકટર્સ અને ક્રિકેટ ફેન્સને એક સ્ટેજ પર લઈને આવે છે. આઈપીએલ ક્રિકેટ પ્રેમીઓ માટે મનોરંજન માટે ખુબ જ સારૂ સાધ છે તો આઈપીએલની ટીમોના માલિકો પણ આ લીગ દ્વારા સારી એવી કમાણી કરે છે. તેની સાથે બ્રાન્ડની તરફ પણ લોકોનું ધ્યાન જાય છે. આરવીસીજે અનુસાર ટીમના માલિક આખી લીગ દરમિયાન 6 રીતે મોટી કમાણી કરે છે.

1. ખેલાડીની જર્સીમાં જાહેરાત દ્વારા- મોટી કંપનીઓ અને બ્રાન્ડ ક્રિકેટર્સની જર્સીમાં જાહેરાત આપીને કરોડો રૂપિયા ખર્ચ કરે છે. આનાથી ટીમના માલિકોને સારો એવો ફાયદો થાય છે.

2. મેચ ટીકિટના માધ્યમથી આઈપીએલના મેચ જોવા માટે લોકો પડાપડી કરે છે. મોટી સંખ્યામાં લોકો ટીવી સામે બેસીને મેચ જોવાનું પસંદ કરે છે તો ઘણા લોકો સ્ટેડિયમના અંદર બેસીને મેચ જોવાનું પસંદ કરે છે. લોકો પોતાની મનપસંદ ટીમની મેચ જોવા માટે લોકો મોંઘામાં મોંઘી ટીકિટ સુધી ખરીદે છે. લોકો હજારો કિલોમીટરથી મુસાફરી કરીને સ્ટેડિયમની અંદર બેસીને મેચ જોવા માટે આવતા હોય છે. ટીકિટના માધ્યમથી પણ ટીમ માલિકોને સારી એવી કમાણી થઈ જાય છે.

3. પ્રાઈઝ મની - લીગ જીતનાર ટીમ અને રનર્સઅપ બનનાર ટીમને કરોડોની પ્રાઈઝ મની મળે છે. આનાથી ટીમના માલિકોને ખુબ જ ફાયદો થાય છે.

4. બ્રાન્ડ વેલ્યૂ- બ્રાન્ડની કિંમત આ લીગમાં ખુબ જ વધારે છે. કેટલીક ટીમોના માલિક ફિલ્મી દુનિયાના સ્ટાર્સ છે. જેવી રીતે શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટા, આ સ્ટાર્સના કારણે આઈપીએલમાં ગ્લેમર આવે છે અને વધારેમાં વધારે બ્રાન્ડ્સને આકર્ષિત કરે છે.

5. મીડિયા રાઈટ્સ - મીડિયા ચેનલ્સને આઈપીએલના પ્રસારણ માટે અને ઓનલાઈન સ્ટ્રીમિંદ માટે બીસીસીઆઈના રાઈટ્સ ખરીદવા પડે છે. તે માટે ચેનલ્સ મોટી રકમ અદા કરે છે. બીસીસીઆઈ પોતાના શેર રાખે અને બાકીની રકમ ટીમના પ્રદર્શનના આધાર પર ટીમના માલિકોને આપે છે.6. મર્ચેંડાઈઝ - તમને જણાવી દઈએ કે મર્ચેંડાઈઝ દ્વારા પણ ટીમના માલિકોને સારો એવા ફાયો થશે. આઈપીએલ મર્ચેંડાઈઝનો ગ્રોથ રેટ 100 ટકા પ્રતિવર્ષ છે.
First published: April 4, 2018, 11:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading