Home /News /sport /

IPL 2018 : કોહલીની ટીમની જીતે બદલી નાંખ્યા પ્લે ઓફના સમીકરણ

IPL 2018 : કોહલીની ટીમની જીતે બદલી નાંખ્યા પ્લે ઓફના સમીકરણ

    આઈપીએલમાં સોમવારે રમાયેલ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ વિરૂદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 10 વિકેટથી દમદાર જીત પછી પ્લે ઓફની રેસમાં નવા સમીકરણ સામે આવ્યા છે.

    વિરાટ કોહલીની ટીમની જીતથી આઈપીએલ પોઈન્ટ ટેબલમાં મોટા ફેરફાર થયા છે. કિંગ્સ ઈલેવન પંજાબ પહેલી વખત ટોપ ચારથી બહાર થઈ છે. જ્યારે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મોટી જીતથી નેટ રન રેટમાં સુધારા આવ્યા છે. અને તે પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરવા માટે સૌથી મોટી દાવેદાર બની ગઈ છે.

    સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમોએ પહેલા જ પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. દિલ્હી ડેયરડેવિલ્સની ટીમ આ હરિફાઈમાંથી બહાર થઈ ચૂકી છે. હવે બે જગ્યાઓ માટે પાંચ ટીમોમાં ટક્કર થઈ રહી છે. આઈપીએલ હાલમાં  પોતાના અંતિમ ચરણ પર છે.

    કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ 12 પોઈન્ટ સાથે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાન પર છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ (+0.405) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ (+0.218)ની રન રેટ સારી એવી છે. આ કારણે 14 પોઈન્ટ પર ટાઈ થવાની સ્થિતિમાં મુંબઈ અને બેંગ્લોર ક્વોલીફાઈ કરવાની મોટી દાવેદાર બની જશે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Ipl 2018, Mi, RCB, Virat kohali

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन