Football World Cup 2018

IPL 2018 : કરોડોમાં મીડિયા રાઈટ્સ ખરીદનાર સ્ટાર ઈન્ડિયા નફો કમાવવા ચડી ગોથે

News18 Gujarati
Updated: March 13, 2018, 4:55 PM IST
IPL 2018 : કરોડોમાં મીડિયા રાઈટ્સ ખરીદનાર સ્ટાર ઈન્ડિયા નફો કમાવવા ચડી ગોથે
News18 Gujarati
Updated: March 13, 2018, 4:55 PM IST
બીસીસીઆઈની સોનાનો ઈંડા આપનાર મુર્ગી એટલે 10 વર્ષની સફળતા બાદ આઈપીએલ માટે એકવાર ફરીથી માડિયા રાઈટ્સની નીલામીની પ્રક્રિયા શરૂ થઈ હતી અને બધાને ખબર હતી કે, આ વખતે આ રાઈટ્સ ખુબ જ મોંઘા હશે. પરંતુ કોઈને તે અંદાજો નહતો કે, આ રાઈટ્સ પાછલા બધા જ રેકોર્ડ તોડી દેશે. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં થયેલી નીલામીમાં સ્ટાર ઈન્ડિયાએ બધા જ હરીફોને પછાડતા પાંચ વર્ષ માટે 16,437.5 કરોડ રૂપિયામાં આઈપીએલના ગ્લોબલ મીડિયા રાઈટ્સ ખરીદીને બીસીસીઆઈને માલામાલ કરી નાંખ્યું.

સ્ટાર ઈન્ડિયાની આ રકમથી પોતાની તિજોરીમાં થયેલ વધારાથી હવે બીસીસીઆઈ તો ખુબ જ ખુશ છે પરંતુ ઘણા મોટા રોકાણ બાદ આીપીએલથી નફો કમાવવામાં સ્ટાર ઈન્ડિયાના પરસેવા છૂટી રહ્યાં છે.

આઈપીએલની 11મી સિઝન શરૂ થવામાં હજું એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે પરંતુ સ્ટાર ઈન્ડિયાએ આનાથી જે રેવેન્યૂ કમાવવાનો ટાર્ગેટ રાખ્યો હતો તેનાથી હજું ઘણું પાછળ ચાલી રહ્યું છે.

સમાચાર છે કે, સ્ટાર ઈન્ડિયાએ આઈપીએલના આ સિઝનમાં જાહેરાતો દ્વારા 2,000 કરોડ રૂપિયા કમાવવાની યોજના બનાવી હતી પરંતુ અત્યાર સુધી તેને 800 કરોડ રૂપિયાની જ જાહેરાત મળી છે. આઈપીએલ 11માં અત્યાર સુધી 34 કંપનીઓ જાહેરાત આપી ચૂકી છે. પરંતુ હજું પણ ટાર્ગેટથી 1100-1200 કરોડ રૂપિયા ઓછા છે.



શું ખોટનો સોદો સાબિત થશે આઈપીએલ

અસલમાં સ્ટાર ઈન્ડિયા 6 ભાષાઓમાં આઈપીએલનું પ્રસારણનું પ્લાન બનાવ્યો છે અને તેના માટે 10 લાખ રૂપિયા પ્રતિ 10 સેકેન્ડના હિસાબથી જાહેરાતની રેટ નક્કી કર્યા છે. સમાચાર પત્ર ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર સ્ટાર ઈન્ડિયા સાથે જોડાયેલા એક સુત્રનું કહેવું છે કે, "પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે. અમે હજું પણ ટાર્ગેટથી ઘણા પાછળ છીએ. અમે પ્રતિદિવસ હિસાબથી 40 કરોડ રૂપિયાના રેવેન્યૂનો કરાર કરવો છે. એટલે જરૂરી રનરેટ વધતી જાય છે."

સ્ટાર ઈન્ડિયાના આશા હતી કે, આઈપીએલ પ્લેટફોર્મ પર દરેક કંપનીઓ પોતાની જાહેરાત આપવા ઈચ્છશે પરંતુ એવું થયું નથી. વોડાફોન, એરટેલ, પેપ્પી-કો અને મારૂતિ સુઝુકી જેવી મોટી કંપનીઓ અત્યાર સુધી આઈપીએલના જાહેરાતની લિસ્ટમાંથી બહાર છે.

સ્ટાર ઈન્ડિયા એક તરફ રોકેલી મોટી રકમને વસુલવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ તેના દ્વારા આપેલી રકમથી બીસીસીઆઈએ ફ્રેન્ચાઈઝીઓને અપાતી રકમમાં પણ વધારો કરી નાંખ્યો છે. આઈપીએલ સાથે જોડાયેલ બધી જ ફ્રેન્ચાઈઝીઓને 10 સિઝનમાં ટેલિકાસ્ટ રેવેન્યૂથી 60 કરોડ રૂપિયા દરેક વર્ષે મળતા હતા જોકે, આ વખતે આ રકમમાં પાંચ ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. હવે બીસીસીઆઈ દરેક ફ્રેન્ચાઈઝીઓને 250 કરોડ રૂપિયા દર વર્ષે આપવા જઈ રહી છે.

બોર્ડ તો માલામાલ થઈ ગયો છે પરંતુ તેને માલામાલ કરનાર સ્ટાર ઈન્ડિયાની હાલત પાતળી થઈ રહી છે. હવે તે જોવાનું રહેશે કે, આઈપીએલ શરૂ થવા સુધી સ્ટાર ઈન્ડિયા એટલી જાહેરાતો લાવી શકે છે કે, આઈપીએલન તેના માટે ફાયદાનો સૌદો સાબિત થઈ શકે.
First published: March 13, 2018
વધુ વાંચો
अगली ख़बर