Home /News /sport /

પોતાના સ્વાર્થ માટે ધોનીની સેનામાં સામેલ થયો આ ખેલાડી

પોતાના સ્વાર્થ માટે ધોનીની સેનામાં સામેલ થયો આ ખેલાડી

    લગભગ એક દશકા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે બીજા ઈન્ડિયન પ્રીમિયર લીગ ખિતાબ તરફ વધી રહેલ ઓસ્ટ્રેલિયન ખેલાડી શેન વોટ્સને આઈપીએલની 11મી સિઝનમાં પોતાના સારા ફોર્મ માટે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો આભાર વ્યક્ત કર્યો છે. બે વર્ષના પ્રતિબંધ બાદ આઈપીએલમાં વાપસી કરનાર ચેન્નાઈએ શાનદાર પ્રદર્શન કરતાં પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો છે.

    ક્વોલીફાયર-1માં મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે અને આ મુકાબલો જીતનાર ટીમ સીધી ફાઈનલમાં પ્રવેશ કરશે.

    રાજસ્થાન રોયલ્સ સાથે 2008માં આઈપીએલની પહેલી સિઝનનો ખિતાબ જીતનાર વોટ્સનને આ વખતે ચેન્નાઈ સાથે પોતાનો બીજો આઈપીએલ ખિતાબ જીતવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

    વોટ્સનને કહ્યું, હું ચેન્નાઈ સુપરકિંગ્સ સાથે રમવાની તક મળવાને કારણે મને પોતાને ખુબ જ નશીબદાર ગણી રહ્યો છું. મને આ આખી સિઝનમાં બેટિંગ કરવાની તક, મે એવી કેટલીક ઓવરમાં પણ બેટિંગ કરી, જ્યાં ધોનીને મારી જરૂરત હતી.

    આ સિઝનમાં વોટ્સને 438 રન બનાવવાની સાથે ચેન્નાઈ માટે 06 વિકેટ પણ ઝડપી ચૂક્યો છે. આમાં એક શતક અને બે અર્ધશતક પણ સામેલ છે.

    વોટ્સને કહ્યું, હું ધોની સાથે પોતાના સ્વાર્થ માટે રહ્યો છું. હું જોવા માંગતો હતો કે, ધોનીનું મગજ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે મેચને વાંચી શકે છે. મને આઈપીએલમાં સૌથી શાનદાર ખેલાડીઓ સાથે રમવાની તક મળી છે અને ધોની આ લિસ્ટમાં સૌથી ઉપર છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: CSK, Ipl 2018, Ms dhoni, Shane watson

    આગામી સમાચાર