IPL 2018 : 7 એપ્રિલથી 27 મે સુધી ખેલાશે દંગલ, બદલાશે મેચોનો સમય

News18 Gujarati
Updated: January 22, 2018, 9:05 PM IST
IPL 2018 : 7 એપ્રિલથી 27 મે સુધી ખેલાશે દંગલ, બદલાશે મેચોનો સમય

  • Share this:
ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલે આઈપીએલની 11મી સિઝન 6 એપ્રિલથી શરૂઆત થશે. આ દિવસે મુંબઈમાં ઉદ્ગાટનનું આયોજન કરવામાં આવશે. આઈપીએલ 11ની પહેલી મેચ 7 એપ્રિલે મુંબઈમાં રમાશે. આઈપીએલ કમિશ્નર રાજીવ શુક્લાએ જણાવ્યું કે, ફાઈનલ મેચ 27 મેના દિવસે મુંબઈમાં જ રમાશે. આઈપીએલની 11મી સિઝન માટે નિલામી 27 અને 28 જાન્યુઆરીએ કરવામાં આવશે.

આઈપીએલ સંચાલન પરિષદે આ સાથે જ મેચોના સમયમાં પણ બદલાવ કરવાનો નિર્ણય લીધો છે, જે આનાથી પહેલા બપોરે ચાર વાગ્યા બાદ અને રાત્રે આઠ વાગ્યા પછી શરૂ થતી હતી. આઈપીએલના રાજીવ શુક્લાએ કહ્યું, પ્રસારકોએ મેચોના સમયમાં બદલાવ કરવાનો આગ્રહ કર્યો છે અને આઈપીએલ સંચાલન પરિષદે સૈદ્ધાંતિક રીતે આનો સ્વીકાર કર્યો છે. હવે આઠ વાગ્યાના બદલે સાત વાગ્યે જ્યારે ચાર વાગ્યાની જગ્યાએ સાડા પાંચ વાગે શરૂ થશે.

કિંગ્સ ઈલેવન પંજાબ પોતાની ચાર ઘરેલૂ મેચ મોહાલીમાં જ્યારે ત્રણ ઈન્દોરમાં રમશે. બે વર્ષના પ્રતિબંધ બાદ આઈપીએલમાં વાપસી કરનાર રાજસ્થાન રોયલ્સની ઘરેલૂ મેચોનું નિર્ણય રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલય તરફથી 24 જાન્યુઆરીએ થનાર સુનવણી બાદ કરવામાં આવશે.

આઈપીએલ નિલામી માટે 16 દિગ્ગજ ખેલાડી છે. જેમાં વિવાદોમાં ચાલી રહેલ ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સ, ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન, ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક અને ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ જેવા મોટા ખેલાડી સામેલ છે. એક હજારથી વધારે ખેલાડીઓએ નીલામી માટે નોંધણી કરાવી હતી પરંતુ બીસીસીઆઈએ છંટની કરીને આમાંથી 578 ખેલાડીઓ કરી દીધા છે.

ખેલાડીઓને તેમના પ્રોફાઈલના આધાર પર આઠ સ્લેબમાં રાખવામાં આવ્યા છે. આંતરાષ્ટ્રીય (ભારતીય અને વિદેશી)ઓ માટે સ્લેબ ક્રમશ: બે કરોડ રૂપિયા, 1.5 કરોડ રૂપિયા, એક કરોડ રૂપિયા, 75 લાખ રૂપિયા અને 50 લાખ રૂપિયા છે. અનકેપ ખેલાડીઓનો આધાર કિંમત ક્રમશ: 40 લાખ રૂપિયા, 30 લાખ રૂપિયા અને 20 લાખ રૂપિયા છે.
First published: January 22, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...