જેકલિને લીધો આરસીબીના ખેડાલીઓનો ફિટનેસ ટેસ્ટ, જાણો કોણ થયું પાસ અને કોણ ફેઇલ

News18 Gujarati
Updated: May 8, 2018, 10:16 PM IST
જેકલિને લીધો આરસીબીના ખેડાલીઓનો ફિટનેસ ટેસ્ટ, જાણો કોણ થયું પાસ અને કોણ ફેઇલ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ભલે મેદાનમાં સારું પ્રદર્શન ન કરી શકી હોય પરંતુ ટીમના ખેલાડીઓ મેદાનની બહાર મોજમસ્તી કરતા નજરે ચડે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ભલે મેદાનમાં સારું પ્રદર્શન ન કરી શકી હોય પરંતુ ટીમના ખેલાડીઓ મેદાનની બહાર મોજમસ્તી કરતા નજરે ચડે છે.

  • Share this:
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ભલે મેદાનમાં સારું પ્રદર્શન ન કરી શકી હોય પરંતુ ટીમના ખેલાડીઓ મેદાનની બહાર મોજમસ્તી કરતા નજરે ચડે છે. તાજેતરમાં જે આવો જ એક વીડિયો ટીમે પોતાના ટ્વિટર હેન્ડર ઉપર શેર કર્યો હતો. આ વીડિયોમાં આરસીબીના પાર્થિવ પટેલ, ઉમેશ યાદવ અને બ્રેડન મેક્કુલમ બોલિવૂડની એક્ટ્રેસ જેકલિન ફર્નાડિસ સાથે છે. આ વીડિયોમાં જેકલિન આ ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ લઇ રહી છે.

વીડિયોમાં પહેલા જેકલિન કેટલાક યોગા આસર કરતા દેખાય છે ત્યારબાદ ક્રિકેટરો પણ કરતા દેખાય છે. પરંતુ ખેલાડીઓ આવું કરવામાં નાકામ રહ્યા હતા. આ વીડિયો ખુબજ ફની છે જેના કારણે લોકોમાં ખુબ જ શેર થયો છે. આમ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પહેલા ટીમનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં આખી ટીમ મોહમ્મદ સિરાઝના ઘરે જમની પર ગાદલા પાથરીને બિરિયાનીની લિજ્જત માણી હતી. આ વીડિયો પણ ફેન્સમાં ખુબજ પસંદ થયો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સફર દરેક વખતની જેમ આવખતે પણ નિરાશા જનક રહી છે. કેપ્ટન વિરાટ કોહલીના તમામ પ્રયત્નો છતાં ટીમનું પ્રદર્શનમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. અત્યાર સુધીમાં રમાયેલી 10 મેચમાં ટીમે માત્ર ત્રણ મેચમાં જ જીત મેળવી છે.
First published: May 8, 2018, 10:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading