કોહલીને આઉટ કરવા છતાં પણ કોઇજ એક્સપ્રેશન ન્હોતાઃ રવિન્દ્ર જાડેજાએ ખોલ્યું રહસ્ય

News18 Gujarati
Updated: May 6, 2018, 10:45 AM IST
કોહલીને આઉટ કરવા છતાં પણ કોઇજ એક્સપ્રેશન ન્હોતાઃ રવિન્દ્ર જાડેજાએ ખોલ્યું રહસ્ય
રવિન્દ્ર જાડેજા માટે આઇપીએલની સિઝન 11 સાવ ખરાબ થઇ રહી હતી. આવી સ્થિતિમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ જેનાથી પાસુ પલટાઇ ગયું. આ મેચમાં જાડેજાએ 18 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

રવિન્દ્ર જાડેજા માટે આઇપીએલની સિઝન 11 સાવ ખરાબ થઇ રહી હતી. આવી સ્થિતિમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ જેનાથી પાસુ પલટાઇ ગયું. આ મેચમાં જાડેજાએ 18 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

  • Share this:
રવિન્દ્ર જાડેજા માટે આઇપીએલની સિઝન 11 સાવ ખરાબ થઇ રહી હતી. આવી સ્થિતિમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ જેનાથી પાસુ પલટાઇ ગયું. આ મેચમાં જાડેજાએ 18 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. પોતાના ચાર ઓવરમાં સ્પેલના પહેલા બોલમાં જાડેજાએ આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીને બોલ્ડ કર્યો હતો. પરંતુ તેમણે જશ્ન મનાવ્યો ન હતો. આ વાતે સૌથીમે હેરાન કરી દીધા હતા. મોટી વિકેટ મળવા છતાં જાડેજા ચુપ હતા. નવાઇની વાત તો એ છે કે તેણે એકપણ વિકેટમાં ઉત્સાહ દેખાડ્યો ન હતો. જાડેજાએ ચાર ઓવરના સ્પેલમાં 18 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. તેમણે ત્રણ વર્ષ પછી આવું પ્રદર્શન કર્યું હતું.

મેચ પછી જાડેજાએ ખુલાસો કર્યો હતો કે કેમ તેમના ચહેરા ઉપર એક્સપ્રેશન ન હતા. વિરાટની વિકેટ હંમેશા મોટી હોય છે. તેઓ એ વિચારતા હતા કે તેમને સારી વિકેટ મળે. જેવી રીતે કોહલીને બોલ્ડ કર્યા એને જોઇને કોહલી જ નહીં પરંતુ જાડેજા પણ હેરાન થઇ ગયા હતા. વિકેટ લેવાના સેલિબ્રેશનમાં તેના ચહેરાના એક્સપ્રેશન આ વાતની ચાડી ખાતો હતો. જાડેજાના ચહેરાથી લાગતું હતું કે, બોલ સ્ટમ્પ્સ મિસ કરી ગઈ.

કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ક્રિકેટરે તેમના એક્સપ્રેશનને લઇને ગણી વાતો કહી હતી. તેમણે એક કોમેન્ટમાં કહ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે, જાડેજા આઉટ કરવા માટે કોહલી પાસે માંફી માંગી રહ્યા હોય. ટ્વિટર યુઝર્સે લખ્યું હતું કે, જાડેજા કોહલીને કહી રહ્યા હશે કે ભુલ થઇ ગઇ, તેમને ટીમમાંથી બહાર ન કાઢતા. એક અન્ય યુઝર્સે લખ્યું હતું કે, આવા એક્સપ્રેશન ત્યાર આવે છે જ્યારે પોતાના બોસને આઉટ કરી દે છે.

આ સિઝનમાં જાડેજાનું પ્રદર્શન ખુબ જ નબળું રહ્યું હતું. માત્ર ફિલ્ડિંગના આધારે જ તેઓ ટીમમાં ટક્યા હતા. બેટિંગમાં સતત તક મળવા છતાં પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા. બોલિંગમાં તો ધોનીએ અનેક મેચોમાં જાડેજાને બોલ આપી ન હતી. જ્યારે પણ આપી ત્યારે માત્ર એક કે બે ઓવર જ આપી હતી. કોલકત્તા નાઇટરાઇડર્સ વિરૂદ્ધ મેચમાં સતત બે બોલમાં બે કેચ છોડ્યા પછી તેમની આવડત ઉપર પણ પ્રશ્ન ઉભો થયો હતો.
First published: May 6, 2018, 10:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading