Home /News /sport /

IPL 2018 : કોહલીને આઉટ કર્યા બાદ રાણાએ કહ્યાં અપશબ્દ, કોહલીનો આશ્ચર્યજનક વ્યવહાર

IPL 2018 : કોહલીને આઉટ કર્યા બાદ રાણાએ કહ્યાં અપશબ્દ, કોહલીનો આશ્ચર્યજનક વ્યવહાર

    ભારતીય ક્રિકેટ ટીમ અને આરસીબી કેપ્ટન વિરાટ કોહલીએ યુવા બેટ્સમેન નીતિશ રાણાને પોતાનું બેટ ગિફ્ટ કર્યું છે. આઈપીએલની આ સિઝનમાં રમાયેલ ત્રીજા મુકાબલામાં રાણાએ કોહલીને પોતાની બોલ પર બોલ્ડ કરી દીધો હતો. રાણાના પ્રદર્શનથી ખુશ થઈને મેચ બાદ વિરાટ કોહલીને પોતાનું બેટ ગિફ્ટમાં આપ્યું હતું. વિરાટ કોહલીને આઉટ કર્યા બાદ રાણાએ કંઈક અપશબ્દ પણ કહ્યાં હતા, પરંતુ વિરાટે તેને નજરઅંદાજ કરતાં રાણાને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે.


    હકીકતમાં, ત્રીજી મેચ દરમિયાન કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને આરસીબીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. આરસીબીની ટીમ વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સની મદદથી એક મોટ સ્કોર આગળ વધી રહી હતી. આ વચ્ચે કાર્તિકે એક આશ્ચર્યજનક નિર્ણય લીધો અને બોલ પાર્ટ ટાઈમ નીતિશ રાણાના હાથમાં આપી. રાણાએ એક જ ઓવરમાં પહેલા ડિવિલિયર્સ અને પછી કોહલીને આઉટ કરીને કેકેઆરને મેચમાં વાપસી કરાવી દીધી હતી. કોહલીની વિકેટ લીધા બાદ ઉત્સાહિત રાણાએ વિરાટ સામે જોઈને કંઈક અભદ્ધ ટીપ્પણી કરી હતી. રાણાના આ વ્યવહારની સોશિયલ મીડિયા પર ખુબ જ ટીકા કરવામાં આવી હતી.




    જોક, મેચ બાદ વિરાટ કોહલી રાણા પાસે ગયા અને તેમને બેટ ગિફ્ટ કરીને ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી. નીતિશ રાણાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બેટની એક તસવીર શેર કરીને આ વાતની જાણકારી આપી હતી. રાણાએ તસવીર સાથે લખ્યું, "ક્રિકેટના દિગ્ગજ ખેલાડી તરફથી જ્યારે વખાણ મળે છે ત્યારે વધુ શાનદારનો જોશ આવી જાય છે. આ બેટ માટે ધન્યવાદ વિરાટ ભૈયા."


    નીતિશ રાણા એક વિસ્ફોટક બેટ્સમેન છે. પાછલી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની તરફથી તેમને કેટલીક ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ સિઝનની શરૂઆત પણ તેમના માટે સારી રહી છે. તે કોલકાતાની ટીમના મહત્વના ખેલાડી છે અને આ સિઝનમાં વધારેમાં વધારે રન બનવવાની કોશિશ કરશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: After, Ipl 2018, Kohli, Outing, Rana, Said

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन