IPL 2018: ચેન્નઇ સુપર કિંગ્સ સામે બદલાયેલા ડ્રેસમાં રમશે રાજસ્થાન, શું છે કારણ

  • Share this:
    રાજસ્થાન રોયલ્સ ટીમ શુક્રવારે જયપુરમાં ચેન્નઈ સુપરકિંગ્સ સામેના મુકાબલામાં અલગ અંદાજમાં નજર આવશે. વાદળી ડ્રેસની જગ્યાએ આ વખતે ખેલાડીઓ ગુલાબી ડ્રેસમાં જોવા મળશે. કેન્સરને લઇને જાગૃતિ ફેલાવવા માટે ટીમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમે તેના સમય દરમિયાન કેન્સરની તપાસની વિનંતી કરી રહી છે.

    રાજસ્થાન રોયલ્સ કેન્સર આઉટ કેમ્પન હેઠળ કેપ્ટનન અજીંક્ય રાણેએ ટીમ સાથીઓ કૃષ્ણપ્પા ગૌતમ અને મહિપાલ લોમરોરની સાથે બુધવારે તેમના કેન્સરની તપાસ પણ કરાવી હતી. રાજસ્થાન રોયલ્સ આ જાગૃતતા અભિયાન રાજ્ય સરકાર, નેશનલ કેન્સર ગ્રિડ, ભારતીય કેન્સર સોસાયટી અને ઇન્ડિયન ડેંન્ટલ એસોસિયેશન સાથે મળીને ચલાવે છે.

    આપને જણાવી દઇએ કે રાજસ્થાન રોયલ્સ રાજસ્થાન આઇપીએલની બીજી ટીમ હશે જે સામાજિક હિત સંબંધિત મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવા માટે આ પ્રકારનો પ્રયોગ કરે છે. આ પહેલાં રોયલ ચેલેન્જર્સને બેગ્લોરે પર્યાવરણ બચાવની ઝુંબેશ હેઠળ એક મેચમાં લાલની જગ્યાએ લીલા ડ્રેસમાં જોવા મળ્યા હતા. હવે વધુ એક ટીમ એક સંદેશો લઇને ગુલાબી કપડામાં ઉતરશે.
    Published by:Bhoomi Koyani
    First published: