રાજસ્થાને ચેન્નઇને ચાર વિકેટથી હરાવીને લીધો 'રોયલ' બદલો

News18 Gujarati
Updated: May 12, 2018, 8:53 AM IST
રાજસ્થાને ચેન્નઇને ચાર વિકેટથી હરાવીને લીધો 'રોયલ' બદલો

  • Share this:
રાજસ્થાન રોયલ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ 11 મી સિઝનમાં જોસ બટલરના નાબાદ 95 રનના દમ પર માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને ચાર વિકેટથી હરાવ્યુ હતુ.

ચેન્નઇએ આ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. રાજસ્થાન ટીમનો એક બોલ બાકી રહેતા તેના લક્ષ્યને હાંસિલ કરતા પોતાની આશા યતાવથ રાખી છે.

રાજસ્થાનના જોસ બટલરે 60 બોલમાં 95 રન કર્યા હતા. તેના દાવમાં 11 ચોક્કા અને બે છગ્ગા માર્યા હતા. આ સાથે સંજુ સેમસને 21 રન અને સ્ટુઅર્ટ બિન્નીએ 22 રનનું યોગદાન આપ્યુ હતુ. ચેન્નઇ માટે ડેવિડ વિલી, હરભજન સિંહ, રવિન્દ્ર જડેજા, શર્દુલ ઠાકુર અને ડ્વેન બ્રાવોએ એક-એક વિકેટ લીધી.

પહેલાં સુરેશ રૈનાએ પોતાના દમ પર ચેન્નઇ સુપર કિંગ્ઝને રાજસ્થાન રોયલ્સ સામે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 176 રનનો સ્કોર કર્યો હતો. ચેન્નઈની શરૂઆત જેવી હતી તે જોઈને લાગતુ હતુ કે તે 190 આસપાસ રન બનાવી શકશે પરંતુ રાજસ્થાને તેમને અહી સુધી ન પહોંચવા દીધુ. ચેન્નઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટૉસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પણ તે માત્ર 12 રન બનાવીને જેફ્રા આર્ચરના બોલ પર આઉટ થઇ ગયા. અહીંથી રૈના અને વોટસને વિકેટ પર ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. બંનેએ બીજી વિકેટ
માટે 89 રનની ભાગીદારીની કરી.
First published: May 12, 2018, 8:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading