IPL 2018 : ગેલની વિસ્ફોટક બેટિંગ બાદ RCBની લોકોએ ઉડાવી આવી રીતે મજાક

News18 Gujarati
Updated: April 20, 2018, 7:20 PM IST
IPL 2018 : ગેલની વિસ્ફોટક બેટિંગ બાદ RCBની લોકોએ ઉડાવી આવી રીતે મજાક

  • Share this:
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સિઝન-11માં ગુરૂવારે (19 એપ્રિલ) કિંગ્સ ઈલેવન પંજાબે સનરાઈઝર્સ હૈદરાબાદને 15 રને હરાવીને પોતાની ત્રીજી જીત મેળવી લીધી. આ મેચમાં ગેલની વિસ્ફોટક બેટિંગની મદદથી પંજાબે 193 રનનો સ્કોર બનાવી લીધો છે. ગેલે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરતાં 63 બોલમાં 104 રનની અણનમ ઈનિંગ રમી હતી. ગેલે પોતાની ઈનિંગ દરમિયાન માત્ર એક ચોગ્ગો માર્યો જોકે, છગ્ગાઓ 11 ઠોક્યા હતા. લીગમાં પોતોની બીજી મેચ રમી રહેલ ગેલ 11મી સિઝનમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી છે. આઈપીએલના ઈતિહાસમાં ગેલની આ છઠ્ઠી શતક છે.

ગેલની વિસ્ફોટક ઈનિંગથી દિગ્ગજો તેની તારીફ કરતાં થાકતાં નથી ત્યારે બીજી બાજું સોશિયલ મીડિયા પર આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. અસલમાં પાછલી સિઝન સુધી ક્રિસ ગેલ આરસીબી તરફથી રમી રહ્યો હતો. આ વખતે ઓક્શનમાં આરસીબીએ ગેલને રિટેન કર્યો નહતો. તેની જગ્યાએ ટીમે સરફરાઝની પસંદગી કરી હતી. એવામાં જ્યારે હાલમાં ગેલની તોફાની રમત ચાલું છે, તેવામાં આરસીબીની સોશિયલ મીડિયા પર મજાક ઉડી રહ્યો છે. લોકો લખી રહ્યાં છે કે, ગેલની જગ્યાએ સરફરાઝની પસંદગી કરવી તેવી જ છે જેવી રીતે તનુની જગ્યાએ દત્તોની પસંદગી કરવી.



જણાવી દઈએ કે, ક્રિસ ગેલે આઈપીએલના આ સિઝનમાં તેમને ખુબ જ શાનદાર શરૂઆત કરી છે, પરંતુ ઓક્સન વખતે તેને કોઈ ખરીદવા માટે તૈયાર નહતો. આ સિઝન માટે ખેલાડીઓની નિલામી વખતે એવું લાગી રહ્યું હતું કે, ગેલ વેચાયા વગર જ રહી જશે. માત્ર 2 કરોડ રૂપિયાના બેસ પ્રાઈસવાળા ગેલને ખરીદનાર કોઈ મળી રહ્યું નહતું. જ્યારે મનીષ પાંડે અને કેએલ રાહુલ જેવા નવા સ્ટાર્સ 11-11 કરોડ રૂપિયામાં વેચાઈ ગયા હતા. અંતે વીરેન્દ્ર સહેવાગની સલાહથી પ્રીતિએ ગેલને બે કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.















First published: April 20, 2018
વધુ વાંચો
अगली ख़बर