IPL 2018નો રંગારંગ ઉદ્ધાટન કાલે, ફરીથી કેપ્ટન બનીને મેદાનમાં ઉતરશે ધોની

News18 Gujarati
Updated: April 6, 2018, 7:01 PM IST
IPL 2018નો રંગારંગ ઉદ્ધાટન કાલે, ફરીથી કેપ્ટન બનીને મેદાનમાં ઉતરશે ધોની

  • Share this:
નવી દિલ્હી: મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનસીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને શેન વોર્નની કોચિંગવાળી રાજસ્થાન રોયલ્સની વાપસીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના 11માં સત્રને રોમાંચક બનાવી દીધો છે. દુનિયાની સૌથી લોકપ્રિય ટી20 ક્રિકેટ લીગની શરૂઆત શનિવારે થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઉદ્ધાટન સમારંભના બાદ તરત જ ચેન્નાઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચમાં ધોનીની ટીમ, રોહિત શર્માની નેતૃત્વવાળી મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સ ગત વર્ષની વિજેતા છે. ઉલ્લેખનિય છે કે ટૂર્નામેન્ટમાં આ વખતે ચેન્નાઈ અને રાજસ્થાનની ટીમ બે વર્ષ બાદ મેચ ફિક્સિંગના આરોપ પછી વાપસી કરી રહી છે. એવામાં બંને ટીમોના ફેન્સ ઉત્સાહમાં છે. આમ પણ બંને ટીમો આઈપીએલમાં ચેમ્પિયન્સ રહી ચૂકી છે. ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈની ટીમ બે વાર આઈપીએલની ચેમ્પિયન રહી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ આ ટૂર્નામેન્ટના પ્રથમ સિઝનમાં ચેમ્પિયન રહી હતી. તે ઉપરાંત ઘણા વર્ષો બાદ ફેન્સ ધોનની કેપ્ટનસી જોવા માટે પણ આતુર છે.

ચેન્નાઈના ફેન્સે ધોનીની પીળી જર્સીમાં જોવા માટે બે વર્ષની રાહ જોઈ, કેમ કે, ચેપાકના મેદાનમાં ધોનીની પ્રેક્ટિસ મેચ જોવા માટે જ મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યા હતા. ધોનીને ચેન્નાઈ માટે ત્રીજી ટ્રોફી જીતવાની અને રોયલ્સના પ્રશંસકોને દસ વર્ષ બાદ ટ્રોફી તેમના નામે થાય તેવી ઈચ્છા હશે. રાજસ્થાન રોયલ્સ ટીમની કેપ્ટનસી અજિંક્ય રહાણે કરી રહ્યાં છે. બીજી તરફ એક દાયકાથી આઈપીએલ રમી રહેલ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની નજર પહેલા ખિતાબ પર રહેશે. વિરાટે આ વીકમાં કહ્યું કે, પ્રશંસકોથી પણ વધારે આ ખિતાબ જીતવા માટે હું આતુર છું. કોહલી અને ડિવિલિયર્સની હાજરીથી તેમની બેટિંગ પર કોઈ આંગળી ઉઠાવી શકે નહી તે ઉપરાંત આ વખતે તેમની બોલિંગ પણ મજબૂત નજરે પડી રહી છે.યૂઝવેન્દ્ર ચહલની આગેવાનીવાળી સ્પિન આક્રમક વોશિંગ્ટન સુંદર આવવાથી મજબૂત થઈ ગઈ છે. લેફ્ટ હેન્ડ સ્પિનર પવન નેગીને પણ ટીમે રાઈટ ટૂ મેચના કાર્ડથી ટીમમાં બનાવી રાખ્યો છે. આ ટીમ પાસે ઉમેશ યાદવના રૂપમાં શાનદાર ફાસ્ટ બોલર છે તેમનું સાથ આપવા માટે નવદીપ સૈની અને મોહમ્મદ સિરાજ હશે. ઈંગ્લેન્ડના દિગ્ગજ ક્રિસ વોક્સથી પણ ઘણી બધી આશાઓ રહેશે. આ લલચામણી લીગમાં ખેલાડીઓની કોઈ જ કમી નથી પરંતુ દક્ષિણ આફ્રિકામાં બોલ સાથે બોલ ટેમ્પરિંગના કારણે ચાર શાનદાર ખેલાડી નજરે પડશે નહી. મિચેલ સ્ટોર્ક અને કાગિસો કબાડા ઈજાના કારણે બહાર થઈ ગયા છે, જ્યારે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર બોલ સાથે ચેડા કરવાના કારણે એક વર્ષનો પ્રતિબંધ હોવાના કારણે રમી શકશે નહી. સ્મિથ રોલ્યના અને વોર્નર સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટ હતા, તેમની જગ્યાએ હવે અજિંક્ય રહાણે અને કેન વિલિયમ્સ કમાન સંભાળશે. રોયલ્સે બેન સ્ટોક્સને 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને જયદેવ ઉનાડકટને 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. તે ઉપરાંત દિગ્ગજ જોફ્રા આર્ચરને 7.2 કરોડ અને કર્ણાટકના ગૌતમ 6.2 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યા છે.

હૈદરાબાદને વોર્નરની ખોટ સાલશે પરંતુ એલેક્સ હેલ્સ ટોચના ક્રમમાં શિખર ધવન સાથે જોડી બનાવશે. હૈદારાબાદ પાસે મીડલ ઓર્ડરમાં મનીષ પાંડ અને યૂસુફ પઠાણ જેવા બેટ્સમેન છે, જ્યારે બોલિંગમાં ભુવનેશ્વર કુમાર અને સંદીપ શર્મા ફાસ્ટ આક્રમક બોલિંગ લાઈન અપ સંભાળશે. સ્પિનનો મોર્ચો અફઘાનિસ્તાનનો સર્વશ્રેષ્ઠ રાશિદ ખાન અને બાંગ્લાદેશના શાકિબ અલ હસન સંભાળશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને કેપ્ટન ધોની પર આશાઓનો ઘણો મોટો દબાણ હશે. પાછલા કેટલાક સમયથી ધોની સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નથી અને અહીથી તેમને એકવાર પોતાની ક્ષમતાને સાબિત કરવાની તક છે. સુરેશ રૈના, ફાફ ડૂ પ્લેસિસ અને ડ્વેન બ્રાવો પણ ધોનીની ટીમના મહત્વના ખેલાડી હશે.

 
First published: April 6, 2018
વધુ વાંચો
अगली ख़बर