ચેન્નાઈને હરાવી દિલ્હીની 34 રનથી શાનદાર જીત

ચેન્નાઈને હરાવી દિલ્હીની 34 રનથી શાનદાર જીત

 • Share this:
  પોઈન્ટ ટેબલમાં એક વખત ફરીથી અંતિમ સ્થાન પર રહેવાની શરમજનક સ્થિતિનો સામનો કરી રહેલ દિલ્હી ડેયરડેવિલ્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગના નોકઆઉટ માટે પહેલા જ ક્વોલિફાઈ કરી ચૂકેલ ચેન્નાઈ સુપરકિંગ્સને હરાવીને પ્રતિષ્ઠા બચાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ દિલ્હી ડેરડેવિલ્સને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 05 વિકેટના નુકશાને 162 રન બનાવી ચેન્નાઈને જીતવા માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 06 વિકેટના નુકશાને માત્ર 128 રન બનાવી શક્યું, આ રીતે દિલ્હીની 34 રને શાનદાર જીત થઈ છે.

  દિલ્હી - કોણે કેટલા રન બનાવ્યા


  - પાંચમી ઓવરના પ્રથમ બોલે દિપક ચહરની ઓવરમાં પૃથ્વી શો 17 બોલમાં 17 રન બનાવી શાર્દુલ ઠાકુરના હાથે કેચ આઉટ
  - 11મી ઓવરના બીજા બોલે લૂંગી નગીડીની ઓવરમાં શ્રેયશ અય્યર 22 બોલમાં 19 રન બનાવી ક્લિન બોલ્ડ આઉટ થયો
  - 11મી ઓવરના છેલ્લા બોલે લૂંગી નગીડીની ઓવરમાં રિષભ પંત 26 બોલમાં 38 રન બનાવી બ્રાવોના હાથે કેચ આઉટ થયો
  - 14મી ઓવરના પાંચમા બોલે રવિન્દ્ર જાડેજાની ઓવરમાં 07 બોલમાં પાંચ રન બનાવી બોલ્ડ થયો
  - 15મી ઓવરના ચોથા બોલે શાર્દુલ ઠાકુરની ઓવરમાં અભિષેક શર્મા 04 બોલમાં 02 રન બનાવી હરભજનના હાથે કેચ આઉટ થયો
  - વિજય શંકર 28 બોલમાં 36 રન બનાવી અણનમ રહ્યો હતો
  - હર્ષલ પટેલ 16 બોલમાં 36 રન બનાવી અણનમ રહ્યો હતો

  ચેન્નાઈ - કોણે કેટલી વિકેટ લીધી
  - દિપક ચહરે 03 ઓવરમાં 23 રન આપી 01 વિકેટ લીધી
  - લૂંગી નગીડીએ 03 ઓવરમાં 14 રન આપી 02 વિકેટ લીધી
  - રવિન્દ્ર જાડેજાએ 04 ઓવરમાં 19 રન આપી 01 વિકેટ લીધી
  - શાર્દુલ ઠાકુરે 04 ઓવરમાં 27 રન આપી 01 વિકેટ લીધી
  - હરભજન સિંગે 02 ઓવરમાં 24 રન આપી એક પણ વિકેટ ન લીધી
  - ડ્વેઈન બ્રાવોએ 04 ઓવરમાં 52 રન આપી એક પણ વિકેટ ન લીધી

  ચેન્નાઈ - કોણે કેટલા રન બનાવ્યા
  - સાતમી ઓવરના પાંચમા બોલે અમિત મિશ્રાની ઓવરમાં શેન વોટ્સન 23 બોલમાં 14 રન બનાવી ટ્રેન્ટ બોલ્ટના હાથે કેચ આઉટ થયો
  - 10મી ઓવરના છેલ્લા બોલે હર્ષલ પટેલની ઓવરમાં અંબાતી રાયડૂ 29 બોલમાં 50 રન બનાવી ગ્લેન મેક્સવેલના હાથે કેચ આઉટ
  - 14મી ઓવરના પ્રથમ બોલે સંદિપ લિમછાનેની ઓવરમાં સુરેશ રૈના 18 બોલમાં 15 રન બનાવી વિજય શંકરના હાથે કેચ આઉટ થયો
  - 15મી ઓવરના ત્રીજા બોલે અમિત મિશ્રાની ઓવરમાં સેમ બિલિંગ્સ 05 બોલમાં 01 રન બનાવી અભિષેક શર્માના હાથે કેચ આઉટ થયો
  - 18મી ઓવરના છેલ્લા બોલે ટેંટ બોલ્ટની ઓવરમાં મહેન્દ્રસિંહ ધોની 23 બોલમાં 17 રન બનાવી શ્રેયશ અય્યરના હાથે કેચ આઉટ થયો
  - 20મી ઓવરના બીજા બોલે ટેંટ બોલ્ટની ઓવરમાં ડ્વેઈન બ્રાવો 02 બોલમાં 01 રન બનાવી વિજય શંકરના હાથે કેચ આઉટ થયો.
  - રવિન્દ્ર જાડેજા 18 બોલમાં 27 રન બનાવી અણનમ રહ્યો હતો
  - દિપક ચહર 02 બોલમાં 01 રન બનાવી અમનમ રહ્યો હતો

  દિલ્હી - કોણે કેટલી વિકેટ લીધી
  - ટ્રેંટ બોલ્ટે 04 ઓવરમાં 20 રન આપી 02 વિકેટ લીધી
  - સંદિપ લમિછાનેએ 04 ઓવરમાં 21 રન આપી 01 વિકેટ લીધી
  - આવેશ ખાને 02 ઓવરમાં 28 રન આપી એક પણ વિકેટ ન લીધી
  - હર્ષલ પટેલે 04 ઓવરમાં 23 રન આપી 01 વિકેટ લીધી
  - અમિત મિશ્રાએ 04 ઓવરમાં 20 રન આપી 02 વિકેટ લીધી
  - ગ્લેન મેક્સવેલે 02 ઓવરમાં 14 રન આપી એક પણ વિકેટ ન લીધી

  દિલ્હી ડેરડેવિલ્સ

  પૃથ્વી શો, નમન ઓઝા, શ્રેયસ ઐયર (કેપ્ટન), રીષભ પંત (વિકેટકિપર), ગ્લેન મેક્સવેલ, વિજય શંકર, ડેનિયલ ક્રિશ્ચિયન, લિયેમ પ્લૅંક્સટ, અમિત મિશ્રા, આવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, હર્ષલ પટેલે, શાહબાજ નદીમ.

  ચેન્નઈ સુપર કિંગ્સ

  શેન વોટસન, અંબાતી રાયડુ, સુરેશ રૈના, સેમ બિલિંગ્સ, એમ.એસ. ધોની, ડ્વેઈન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, ડેવિડ વિલ્લી, હરભજન સિંઘ, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર
  First published:May 18, 2018, 19:39 pm