ધોનીની કેપ્ટનસીમાં સૌથી મોંઘી ઓવર, માહીના ફેવરેટ પ્લેયરના નામે શરમજનર રેકોર્ડ

News18 Gujarati
Updated: May 19, 2018, 2:45 PM IST
ધોનીની કેપ્ટનસીમાં સૌથી મોંઘી ઓવર, માહીના ફેવરેટ પ્લેયરના નામે શરમજનર રેકોર્ડ

  • Share this:
આઈપીએલ 2018 પોતાના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. પ્લે ઓફ માટે ટીમો એડીચોટીનો જોર લગાવી રહી છે. એવામાં ખિતાબની પ્રબળ દાવેદા ચેન્નાઈ સુપર કિંગ્સને દિલ્હી ડેયરડેવિલ્સ વિરૂદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. આ જીતથી ચેન્નાઈના આઈપીએલ પોઈન્ટ ટેબલમાં ટોસનું સ્થાન મેળવવાની આશા પર પાણી ફરી વળ્યું હતું.

જોકે, ચેન્નાઈ પહેલા જ પોતાની જગ્યા પ્લે ઓફમાં બનાવી ચૂક્યું છે. દિલ્હી સામેની મેચમાં ડ્વેન બ્રાવો દ્વારા નાંખેલ અંતિમ ઓવર ચેન્નાઈની હારનું કારણ બની ગઈ હતી. બ્રાવોએ આ ઓવરમાં ચાર સિક્સ સહિત કુલ 26 રન આપ્યા. આ મોંઘી ઓવર સાથે બ્રાવો ચેન્નાઈ માટે એક ઓવરમાં સૌથી વધારે રન આપનાર બોલર બની ગયો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરની સૌથી મોંઘી ઓવર

ચમારાકપૂગેદરાએ 2008માં મુંબઈ ઈન્ડિયન્સ વિરૂદ્ધ એક ઓવરમાં 26 રન આપ્યા હતા.
રવિન્દ્ર જાડેજાએ મુંબઈ ઈન્ડિયન્સ વિરૂદ્ધ 2015માં એક ઓવરમાં 26 રન લૂટાવ્યા હતા.
ડ્વેન બ્રાવોએ દિલ્હી ડેયરડેવિલ્સ વિરૂદ્ધ એક ઓવરમાં 26 રન આપ્યા અને આ શરમજનક રેકોર્ડની બરાબરી કરી લીધી.એલિટ ક્લબમાં સામેલ થયો ધોની

ચેન્નાઈ સુપર કિંગ્સ ભલે આ મુકાબલો હારી ગઈ, પરંતુ કેપ્ટન ધોનીનું નામ રેકોર્ડ બુકમાં નોંધાઈ ગયું છે. ધોનીએ આ મેચમાં ટી20 ક્રિકેટમાં 6000 રન પૂરા કરી નાંખ્યા છે. આ મેચ બાદ હવે તેમના નામે 6007 રન થઈ ગયા છે. આ સ્થાન મેળવનાર તેઓ પાંચમાં ભારતીય ખેલાડી બની ગયા છે. આ લિસ્ટમાં સુરેશ રૈનાનું નામે ટોપ પર છે.

1. સુરેશ રૈના 288 મેચોમાં 7708 રન
2. વિરાટ કોહલી 241 મેચોમાં 7621 રન
3. રોહિત શર્મા 283 મેચોમાં 7303 રન
4. ગૌતમ ગંભીર 251 મેચોમાં 6402 રન
5. મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધારે મેચો 290 મેચો રમીને 6007 રન પોતાના નામે નોંધાવ્યા
First published: May 19, 2018, 2:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading