Home /News /sport /IPL 2018 : મુંબઇ સામે બેંગ્લોરનો 14 રનથી શાનદાર વિજય

IPL 2018 : મુંબઇ સામે બેંગ્લોરનો 14 રનથી શાનદાર વિજય

ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં મંગળવારે બેંગ્લોરના સ્ટેડિયમમાં બે એવી ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઇન્ડિયન્સ સામ-સામે ટકરાશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં મંગળવારે બેંગ્લોરના સ્ટેડિયમમાં બે એવી ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઇન્ડિયન્સ સામ-સામે ટકરાશે.

    આઇપીએલ 2018ની સિઝન 11ની બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમાં મુંબઇ અને બેંગ્લોરની ટીમની ટક્કરમાં મુંબઇ સામે બેંગ્લોરે 14 રનથી શાનદાર વિજય મેળવ્યો છે. પહેલા બેટિંગ લઇને બેંગ્લોરે 167 રન બનાવ્યા હતા જેના પગલે મુંબઇને 168 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 168 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી મુંબઇની ટીમે 20 ઓવરના અંતે 153 રન બનાવ્યા હતા. જોકે, મુંબઇને સાત વિકેટનું નુકસાન પણ વેઠવું પડ્યું હતું. આમ મુંબઇ 168 રનના ટાર્ગેટને સર કરવામાં નિષ્ફળ રહ્યું હતું. જેના પગલે બેંગ્લોરે મુંબઇ સામે 14 રનથી શાનદાર જીત નોંધાવી છે.

    પહેલા બેટિંગ કરવાની તક મળતા બેંગ્લોરના બેટ્સમેનોએ પહેલી ઇનિંગમાં 167 રન ફટકાર્યા હતા. 20 ઓવરના અંતે સાત વિકેટના નુકસાન સાથે બેંગ્લોરે 167 રન બનાવ્યા હતા. આમ મેચ જીતવા માટે મુંબઇ ઇન્ડિયન્સને 168 રન બનાવવા જરૂરી છે. આમ મુંબઇને 168 રનનો ટાર્ગેટ મળ્યો છે.

    આઈપીએલ 2018ની સિઝન 11ની આ મેચ માટે ટોસ થઇ ચુક્યો છે. મુંબઇ ઇન્ડિયન્સની ટોસ જીત્યો છે. કેપ્ટન રોહિત શર્માએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે બેંગ્લોરની ટીમને પહેલા બેટિંગ કરવાનો મોકો મળી ગયો છે.

    ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં મંગળવારે બેંગ્લોરના સ્ટેડિયમમાં બે એવી ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઇન્ડિયન્સ સામ-સામે ટકરાશે. જે સતત હારનો સામનો કરી રહી છે. બંને ટીમોનું એક જ લક્ષ પ્લેઓફમાં પહોંચવાનું હશે. આઈપીએલ 2018માં બંને ટીમોનું પ્રદર્શન એક જેવું જ રહ્યું છે. મુંબઇ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બંને ટીમોએ પોતાની સાત મેચોમાં બે જીત નોંધાવી છે. પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ સારા રન રેટના આધારે છઠ્ઠા સ્થાન ઉપર છે. સ્થિતિએ છે કે, મંગળવારે જે પણ ટીમ હારે છે તેના માટે પ્લે ઓફમાં પહોંચવું કઠીન રહેશે.

    બેંગ્લોરઃ કોણે લીધા કેટલા રન ?

    મનન વ્હોરાઃ 31 બોલમાં 45 રન
    ડિકોકઃ 13 બોલમાં 7 રન
    વિરાટ કોહલીઃ 26 બોલમાં 32 રન
    મનદીપ સિંહઃ 10 બોલમાં 14 રન
    કોલિન ડે ગ્રાન્ડહોમઃ 10 બોલમાં 23 રન સાથે અણનમ
    વોશિગ્ટન સુંદરઃ 3 બોલમાં 1 રન
    ટિમ સાઉથીઃ બે બોલમાં 1 રન
    ઉમેશ યાદવઃ 2 બોલમાં 1 રન સાથે અણનમ

    મુંબઇઃ કોણે લીધી કેટલી વિકેટ?

    પૌલ ડ્યુમિનીઃ 28 રન આપી 0 વિકેટ
    મિશેલ મેકક્લેનાઘાનઃ 34 રન આપી એક વિકેટ
    જશપ્રિત બુમરાહઃ 22 રન આપીને 1 રન
    કૃણાલ પંડ્યાઃ 24 રન આપી લીધી એક વિકેટ
    મયંક માર્કન્ડેઃ 28 રન આપી લીધી એક વિકેટ
    હાર્દિક પંડ્યાઃ 28 રન આપી લીધી ત્રણ વિકેટ

    મુંબઇઃ કોણે લીધા કેટલા રન?

    સુર્યકુમાર યાદવઃ 9 બોલમાં 9 રન
    ઇશાન કિશનઃ 1 બોલમાં 0 રન
    પૌલ ડુમિનીઃ 29 બોલમાં 23 રન
    રોહિત શર્માઃ 1 બોલમાં 0 રન
    પોલાર્ડઃ 13 બોલમાં 13 રન
    હાર્દિક પંડ્યાઃ 42 બોલમાં 50 રન
    કૃણાલ પંડ્યાઃ 19 બોલ 23 રન
    બેન કટિંગઃ 2 બોલમાં 2 રન
    મિશેલ મેકક્લેનાઘાનઃ

    બેંગ્લોરઃ કોણે લીધી કેટલી વિકેટ?

    ટિમ સાઉથીઃ 45 રન આપી 2 વિકેટ
    ઉમેશ યાદવઃ 29 રન આપી 2 વિકેટ
    મોહમ્મદ સિરાઝઃ 28 રન આપી 2 વિકેટ
    વોશિગ્ટન સુંદરઃ 15 રન આપી 0 વિકેટ
    યુજવેન્દ્રઃ 23 રન આપી 0 વિકેટ
    ડિ ગ્રાન્ડહોમ્મઃ 28 રન આપી 0 વિકેટ

    મુંબઇના હાર્દિક પંડ્યા પડ્યો બેંગ્લોર પર ભારે

    ઇનિંગની 18મી ઓવર હાર્દિક પંડ્યાએ લીધી હતી.જેમાં  આ ઓવરમાં હાર્દિક પંડ્યાના બોલનો જાદુ ચાલ્યો હતો., આ ઓવરમાં પહેલા અને બીજા બોલમાં મનદીપ, બીજા બોલમાં કોહલી અને છેલ્લા બોલમાં વોસિંગ્ટન સુંદરને આઉટ કર્યા. આમ હાર્દિક પંડ્યાની આ ઓવર બેંગ્લોરને ભારે પડી હતી.

    મુંબઇ ઇન્ડિયન્સની ટીમ

    સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકિપર), જીન-પૌલ ડુમિની, હર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કીરોન પોલાર્ડ, બેન કટિંગ, મિશેલ મેકક્લેનાઘાન, મયંક માર્કન્ડે, જસપ્રિત બમરા

    રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ

    ક્વિન્ટન ડી કોક (વિકેટકિપર), બ્રેન્ડન મેકકુલમ, વિરાટ કોહલી (કેપ્ટન), મનન વોરા, મનદીપ સિંહ, કોલીન દ ગ્રાન્ડહામ, વોશિંગ્ટન સુન્દર, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાઝ, યુજવેન્દ્ર ચહલ



    બંને ટીમોમાં પહેલી ટક્કરમાં મુંબઇ જીત્યું હતું

    મુંબઇના વાનખેડે સ્ટેડિયનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂદ્ધ રમાયેલી મેચથી પ્રેરણા લેવી જોઇએ જેમાં મુંબઇ 46 રન સાથે જીત નોંધાવી હતી. રોહિત શર્મા અને ઇવિન લુઇસની ફિફ્ટી લગાવી હતી. પરંતુ મુંબઇની પરિશાની એ છે કે સુર્યકુમાર યાદવના 274 રનને છોડીને તેમનો કોઇપણ બેટ્સમેન સતત એક જેવું પ્રદર્શન ન્હોતું કર્યું. કેપ્ટન રોહિત પાંચ મેચોમાં 20 રનની સંખ્યા પાર કરવામાં નાકામ રહ્યા હતા. આ મેચમાં રોહીત ફરીથી ત્રીજા નંબરના બેટ્સમેન તરીકે ઉતરી શકે છે. અથવા તો તેઓ ઇનિંગની ઓપનિંગ પણ કરી શકે છે કારણે ટીમને મજબૂત ઓપનિંગની જરૂરત છે. પંડ્યા બંધુઓ હાર્દિક અને કૃણાલે બોલિંગમાં સારુ પ્રદર્શન કર્યું છે. પરંતુ તેઓ બેટિંગમાં પણ સારુ પ્રદર્શન કરવાની જરૂર છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Ipl 2018, MI vs RCB, RCB

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन