રોમાંચક મેચમાં હૈદરાબાદે મુંબઈને એક વિકેટે આપી માત, અંતિમ બોલે SRH જીત્યું

રોમાંચક મેચમાં હૈદરાબાદે મુંબઈને એક વિકેટે આપી માત, અંતિમ બોલે SRH જીત્યું
હૈદરાબાદના રાજીવગાંધી સ્ટેડિયમમાં રાત્રે આઠ વાગે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થશે. ચેન્નાઈ સામે પ્રથમ મેચ ગુમાવનાર મુંબઈ માટે આ મુકાબલો ખાસ રહેશે.

હૈદરાબાદના રાજીવગાંધી સ્ટેડિયમમાં રાત્રે આઠ વાગે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થશે. ચેન્નાઈ સામે પ્રથમ મેચ ગુમાવનાર મુંબઈ માટે આ મુકાબલો ખાસ રહેશે.

 • Share this:
  હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે થયેલ રોમાંચક મેચમાં હૈદરાબાદે અંતિમ બોલે એક વિકેટે જીત મેળવી હતી. મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે થયેલ સાતમા મુકાબલામાં મુંબઈએ હૈદરાબાદને પહેલા બેટિંગ કરતાં 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં કેવિન લૂઈસે 29 જ્યારે પોલાર્ડ અને સૂર્યકુમાર યાદવે 28-28 રનની ઈનિંગ રમી હતી. હૈદરાબાદ તરફથી દિપક હુડ્ડાએ 32 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. જ્યારે શિખર 45 રન બનાવ્યા હતા.

  મુંબઈએ આપેલા ટાર્ગેટનો પીછો કરતાં શિખર ધવન અને સાહાએ સારી શરૂઆત અપાવી હતી. આ બંને બેટ્સમેનોએ 62 રનની પ્રથમ વિકેટ માટે પાર્ટનરશીપ કરી હતી. પરંતુ ત્યાર બાદ એક પછી એક વિકેટ પડતી ગઈ અને મેચ રોમાંચક બની ગઈ. અંતે તો હૈદરાબાદ એક-એક રન માટે તરસી ગયું હતું. બૂમરહા અને મુસ્તફિઝૂરની 18મી અને 19મી ઓવરમાં હૈદરાબાદે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ ઓવરમાં હૈદરાબાદને જીતવા માટે 6 રનની જરૂરત હતી. આ દરમિયાન દિપક હુડ્ડાએ બેન કટિંગની 20મી ઓવરના પહેલા બોલે સિક્સ ફટકારીને મેચમાં ટીમને વાપસી કરાવી હતી. અહીથી સ્ટેનલેક અને દિપક હુડ્ડાએ સિંગલ-સિંગલ કરીને ટીમને અંતિમ બોલે એક વિકેટે જીત અપાવી હતી.  મુંબઈ તરફથી મકરંદે શાનદાર બોલિંગ નાખતા સૌથી મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી. મકરંદે ચાર ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ પોતાના ખાતામાં નોંધાવી હતી.  પાછળથી મુસ્તફિઝૂર રહિમ અને બૂમરાહે શાનદાર બોલિંગ કરતાં હૈદરાબાદની હાલત કફોડી કરી નાંખી હતી.

  હૈદરાબાદના રાજીવગાંધી સ્ટેડિયમમાં રાત્રે આઠ વાગે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થશે. ચેન્નાઈ સામે પ્રથમ મેચ ગુમાવનાર મુંબઈ માટે આ મુકાબલો ખાસ રહેશે. આમ મુંબઈ માટે સારી વાત તે છે કે, આજના મુકાબલામાં તેમના કેપ્ટન રનોનો વરસાદ કરવાના છે. હૈદરાબાદની પિચ પર ભલે બેટ્સમેનોથી વધારે બોલર્સની ચાલતી હોય પરંતુ રોહિત શર્મા તેવા ગણ્યાગાઠ્યા બેટ્સમેનોમાં છે જેમની માટે અહી રન બનાવવા મુશ્કેલ વાત નથી.

  રોહિત શર્માએ હૈદારાબાદમાં 13 ઈનિંગ રમી છે અને તેની સ્ટ્રાઈક રેટ 144.44ની રહી છે. રોહિત શર્મા ચેન્નાઈ વિરૂદ્ધ પહેલી મેચમાં ફ્લોપ રહ્યો હતો પરંતુ હવે તે પોતાના ફેવરેટ મેદાન પર ઉતરશે તો તેમની અંદર એક મોટી ઈનિંગ રમવા માટેનું કોન્ફિડન્સ હશે. આ મેદાન પર સિઝનની પહેલી મેચમાં શિખર ધવને અર્ધશતક ફટકારીને સરળતાથી રાજસ્થાન સામે હૈદરાબાદને જીત અપાવી દીધી હતી.

  આમ હૈદારાબાદ માટે સારી વાત તે છે કે, તેમનો ફાસ્ટ બોલર સંદીપ શર્મા મુંબઈના કેપ્ટનને ખુબ જ હેરાન કરે છે. રોહિત શર્માને તેઓ 19 બોલમાં બે વખત પેવેલિયન મોકલી ચૂક્યા છે. આજની મેચમાં મુંબઈના ઓલરાઉન્ડર પોલાર્ડને પણ ભુવીથી ખતરો છે. ભુવી તેને વર્ષ 2013થી અત્યાર સુધીમાં 12 બોલમાં 3 વખત આઉટ કરી ચૂક્યો છે.
  Published by:News18 Gujarati
  First published:April 12, 2018, 19:35 pm

  ટૉપ ન્યૂઝ