સચિનથી આગળ નિકળ્યો ધોની, બની ગયો ક્રિકેટનો નવો ભગવાન!

News18 Gujarati
Updated: May 29, 2018, 5:07 PM IST
સચિનથી આગળ નિકળ્યો ધોની, બની ગયો ક્રિકેટનો નવો ભગવાન!

  • Share this:
ચેન્નાઈ સુપર કિંગ્સને વધુ એક ખિતાબ અપાવવા સાથે જ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો વર્લ્ડ ક્રિકેટમાં દરજ્જામાં વધારો થઈ ગયો છે. મોટા ભાગના લોકો ધોનીના શાંત સ્વભાવ અને લીડરશિપનું ફેન છે. જ્યારે બધા જ ક્રિકેટ નિષ્ણાત અને ક્રિકેટ પ્રેમી પણ માનવા લાગ્યા છે કે, ધોની વધી રહેલી લોકપ્રિયતાએ તેમને ક્રિકેટના ભાગવાન માનતા સચિન તેંડૂલકરની સમકક્ષ લાવીને રાખી દીધા છે.

હવે તો એવું ચોક્કસ રીતે માનવામાં આવી રહ્યું છે કે, ધોનીનું ટીમમાં હોવું એટલે જીતની ગેરંટી મળી ગઈ અને આવું વિશાળ કદ રાખનાર તે દુનિયાનો એકમાત્ર ખેલાડી છે. ધોની પોતાના મરજીનો માલિક છે અને ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ ઉપરાંત વનડે અને ટી-20 ટીમની કેપ્ટનસી છોડવાનો નિર્ણય આ વાતનો સટીક ઉદાહરણ છે. ક્યારેક લાગે છે કે, વર્લ્ડ ક્રિકેટ માટે કેપ્ટન ધોની એક નાથી નથી પરંતુ એક ઉત્સાહ છે.

આ વખતે આઈપીએલ 11માં ચેન્નાઈના ચેમ્પિયન બનવાની સાથે એકવાર ફરીથી પોતાના સ્વભાવ અને લીડરશિપને લઈને ચર્ચામાં છે. સત્યતા તો તે છે કે, વર્તમાન સિઝનની શરૂઆતમાં જ ચેન્નાઈને 'બૂઝર્ગ ટીમ અને બૂઢૌ કી ફોઝ' કહીને ફગાવી દીધી હતી. જ્યારે ધોનીને તક મળી તો તેને પોતાના ટીકાકારોને પોતાના અંદાજમાં કરારો જવાબ આપ્યો. આઈપીએલ 11ની સિઝનમાં ચેન્નાઈનું સાત વખત ફાઈનલમાં પહોંચવું બતાવે છે કે, ધોની હવે આઈપીએલના પર્યાય બની ગયા છે.

જ્યારે તેમની ટીમે 2010, 2011 અને 2018માં ત્રણ વખત ખિતાબ જીતીને મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. જ્યારે તેમની ટીમ 2008, 2012, 2013 અને 2015માં ઉપવિજેતા રહી છે. તે ઉપરાંત ચેન્નાઈએ તેમના નેતૃત્વમાં 2009માં સેમીફાઈનલ અને 2014માં ત્રીજો સ્થાન મેળવ્યો હતો. આંકડા જણાવે છે કે, આઈપીએલમાં બધી ટીમો માત્ર ધોની એન્ડ કંપની સાથે મુકાબલો કરવા માટે મેદાનમાં ઉતરે છે.આઈપીએલમાં ધોનીધોનીએ 2008થી લઈને આઈપીએલમાં 175 મેચ રમી છે, જેમાં 20 અર્ધશતકની મદદથી 4016 રન બનાવ્યા છે. આ દરમિયાને તેનાબલ્લાથી 275 ફોર અને 186 સિક્સ નિકળી છે. તે ઉપરાંત તેને 87 કેચ અને 33 સ્ટમ્પિંગ કર્યા છે. કેપ્ટનના રૂપમાં તેને ચેન્નાઈ અને પુણેને 159 મેચોમાં લીડ કરી છે, જેમાં 94 મેચોમાં જીત અને 64માં હાર મળી છે. ધોનીની સફળતા 59.49 ટકા છે.

ચેમ્પિયનોનો ચેમ્પિયન છે ધોની

પોતાના સાથીઓ વચ્ચે માહીના ઉપનામથી ફેમસ ધોની અત્યાર સુધી ત્રણ વખત આઈપીએલ ખિતાબ જીત્યા ઉપરાંત બે વખત ચેમ્પિયન લીગ ટી-20 ખિતાબ પણ જીત્યો છે. જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેઓ 2007 ટી-20 વર્લ્ડ કપ-2011 વનડે વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન ટ્રોફી જેને નાનો વર્લ્ડ કપ કહી શકાય તેનું ટાઈટલ પણ પોતાના નામે કરી ચૂક્યા છે અને આ રેસમાં તે એકમાત્ર ખેલાડી છે.

લોકપ્રિયતામાં ધોનીનો કોઈ નથી હરિફ

કોઈ જ શંકા વગર સચિન તેંડૂલકર પછી મહેન્દ્રસિંહ ધોની ભારતના સૌથી લોકપ્રિય ક્રિકેટર છે, પરંતુ જ્યારે આઈપીએલમાં તેમની દિવાનગી જોવા મળે છે તો લાગે છે કે, સચિન પછી હવે ક્રિકેટ વર્લ્ડને નવા ભગવાન મળી ગયા છે. ભારતભરમાં ગમે તે મેચ રમાતી હોય પરંતુ સ્ટેડિયમમાં ઉતરાતાની સાથે જ ધોનીની જય જયકાર ગૂંજી ઉઠે છે.
First published: May 29, 2018, 5:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading