IPL 2018 : પંતને 20 લાખ તો ધોનીને 10 લાખ રૂપિયા, જુઓ કયો એવોર્ડ કોને મળ્યો

News18 Gujarati
Updated: May 28, 2018, 12:42 PM IST
IPL 2018 : પંતને 20 લાખ તો ધોનીને 10 લાખ રૂપિયા, જુઓ કયો એવોર્ડ કોને મળ્યો

  • Share this:
રવિવારે સાંજે મુંબઈના વાનખેડેમાં રમાયેલ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રોમાંચક ફાઈનલ મુકાબલો જોવા મળ્યો. ચેન્નાઈએ શેન વોટ્સનના 117* રનની ઈનિંગથી આઠ વિકેટે જીત મેળવીને હૈદરાબાદને હરાવી દીધું હતું. આ સાથે જ ચેન્નાઈએ ત્રીજી વખત ખિતાબ જીતીને મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી હતી.

ચેમ્પિયન બન્યાના જશ્ન બાદ આઈપીએલની બધી જ ટીમોના અલગ-અલગ ખેલાડીઓએ મેળવેલી સિદ્ધી અનુસાર તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં પર્પલ કેપ, સૌથી વધારે વિકેટ વગેરે જેવી અવોર્ડ સાથે તેમને એક નક્કી રકમ આપવામાં આવી હતી. તો જોઈએ કોને ક્યા એવોર્ડથી નવાજવામાં આવ્યો.

એવોર્ડનો વરસાદ

- ઓરેન્જ કેપ - સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સન (753 રન)- 10 લાખ રૂપિયા અને એક ટ્રોફી
-  પર્પલ કેપ - કિંગ્સ ઈલેવન પંજાબના એન્ડ્રયૂ ટાય (24 વિકેટ) - 10 લાખ રૂપિયા અને એક ટ્રોફી
- સ્ટાર પ્લેસ ઈનોવેટિવ આઈડિયા એવોર્ડ - ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની (10 લાખ રૂપિયા)
Loading...

- મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એવોર્ડ - કોલકાતા નાઈટરાઈડર્સના સુનીલ નારાયણ- 10 લાખ રૂપિયા અને એક ટ્રોફી
- એમેજિંગ પ્લેયર એવોર્ડ - દિલ્હી ડેયરડેવિલ્સના રૂષભ પંત - 10 લાખ રૂપિયા
- આઈપીએલ ફેયરપ્લે એવોર્ડ - મુંબઈ ઈન્ડિયન્સ - એક ટ્રોફી
- સ્ટાઈલિસ પ્લેયોર ઓફ ધ સિઝન - દિલ્હી ડેયરડેવિલ્સના ઋષભ પંત - 10 લાખ રૂપિયા અને એક ટ્રોફી
- વીવી આઈપીએલ 2018 ટ્રોફી વિજેતા - ચેન્નાઈ સુપર કિંગ્સ, 20 કરોડ રૂપિયા અને એક ટ્રોફી
- આઈપીએલ રનર-અપ - સનરાઈઝર્સ હૈદરાબાદ - 12.50 કરોડ રૂપિયા
- પરફેક્ટ કેચ ઓફ ધ સિઝન - દિલ્હી ડેયરડેવિલ્સના ટ્રેન્ટ બોલ્ટ - 10 લાખ રૂપિયા અને એક ટ્રોફી
- સુપર સ્ટાઈકર ઓફ ધ સિઝન - કોલકાતા નાઈટરાઈડર્સના સુનિલ નારાયણ - ટ્રોફી અને એક ટાટા નેક્સોન કાર
First published: May 28, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...