KXIPએ દોઢ કરોડમાં ખરીદ્યો આ ખેલાડીને, આખી સિઝન બેસાડી રાખ્યો ટીમની બહાર

News18 Gujarati
Updated: May 21, 2018, 12:33 PM IST
KXIPએ દોઢ કરોડમાં ખરીદ્યો આ ખેલાડીને, આખી સિઝન બેસાડી રાખ્યો ટીમની બહાર

  • Share this:
કિંગ્સ ઈલેવન પંજાબ રવિવારે રાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ પાંચ વિકેટથી હારીને પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ. ધ્યાન આપવા જેવી બાબત તે છે કે, શરૂઆતમાં પંજાબે છ મેચોમાંથી પાંચ મેચોમાં જીત મેળવી લધી અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર હતી. જોકે, અહીથી તેમનું પતન શરૂ થઈ ગયું અને આગલી 8 મેચોમાંથી સાત મેચોમાં તેમને હાર્યા અને એક મેચ જ જીતી શક્યા હતા. આ કારણે પંજાબને ટૂર્નામેન્ટમાંથી બહાર જવાના દિવસો આવી ગયો. નોક આઉટ થયાની સાથે જ પંજાબ એવી પહેલી ટીમ બની ગઈ છે, જેને પહેલી પાંચ મેચો જીત્યા છતાં પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી.

દોડ કરોડ રૂપિયામાં ખરીદેલ ખેલાડી સામે તાક્યો પણ નહી અશ્વિન : આ હાર સાથે જ કિંગ્સ ઈલેવન પંજાબના ખેલાડીઓ તે વાતથી દુખી છે કે, અશ્વિને એક એવા ખેલાડીને આખી સિઝન બહાર બેસાડી રાખ્યો જેને પંજાબે ખરીદવા માટે 1.40 કરોડ એટલે લગભગ દોઢ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. અમે વાત કરી રહ્યાં છીએ ઓસ્ટ્રેલિયન યુવા ઓલરાઉન્ડર બેન ડેવોસિયસની.

ડેવોસિયસ જેની બેસપ્રાઈજ વર્તમાન સિઝનમાં 20 લાખ રૂપિયા હતી, પરંતુ કિંગ્સ ઈલેવનનો તેમના પર એવો દિલ આવ્યો કે, તેને ખરીદવા માટે તે બીજી ટીમો સામે સખ્ત ટક્કર લઈને અંતે 1.40 કરોડની મોટી રકમમાં તેને ખરીદ્યો. ડેવોસિયસે બીબીએલમાં પોતાની શાનદાર બોલિંગને લઈને ચમક્યો હતો.



ઉલ્લેખનિય છે કે, આ સિઝનમાં તેઓ પોતાની ટીમ માટે ભૂમિકા નિભાવી શક્યો નહી, જે ડ્વેન બ્રાવો સીએસકે માટે નિભાવી રહ્યો છે. બંને બોલરો ગતિમાં પરિવર્તન કરવાનું ખુબ સારી રીતે જાણે છે અને જો તેને તક આપવામાં આવતી તો કદાચ તેઓ એન્ડ્રયુ ટાય સાથે મળીને ટીમને સફળતા સુધી પહોંચાડી શકતો પરંતુ અશ્વિનને આખી સિઝન તેની યાદ જ ન આવી.

ખરાબ પ્રદર્શન છતાં સ્ટોઈનિસને આપી બે તકકિંગ્સ ઈલેવને ચોથા વિદેશી ખેલાડીના રૂપમાં સ્ટોનિસને તક આપી અને તે ખુબ જ ખરાબ રીતે ફેલ થયો. સ્ટોઈનિસે 7 મેચ રમી, આ દરમિયાન તેને 10થી ઉપરની ઈકોનોમીથી રન તો આપ્યા અને બલ્લાથી પણ કઈ ઉકાળી શક્યો નહી અને કુલ 99 રન જ બનાવી શક્યો હતો.

ઉલ્લેખનિય છે કે, સ્ટોઈનિસની જગ્યાએ ડેવોસિયસને જગ્યા આપવામાં આવતી અને તેની હાજરી કદાચ પંજાબને 8માંથી સાત મેચ ગુમાવવાથી બચાવી લેતી.

આઈપીએલની 11 સિઝનોમાં અત્યાર સુધી કિંગ્સ ઈલેવન માત્ર બે વખત (2008,2014)માં જ પ્લેઓફમાં ક્વોલિફાઈ કરી શકી છે. આ સિઝનમાં તેમને સારી ખરીદી કરી હતી અને આશા હતી કે, આ સિઝનમાં ક્વોલિફાઈ કરી લેશે પરંતુ આવું બની શક્યું નહી.

હવે પ્રશ્ન તે છે કે, અશ્વિનને આવનાર સિઝનમાં કેપ્ટન તરીકે બનાવી રાખવામાં આવે છે કે, નહી. ખાસ કરીને જ્યારે તેઓ એક એવા કેપ્ટનના રૂપમાં પોતાની ઓળખ બનાવીને ગયા છે, જે એક્સપેરીમેન્ટ કરવાથી ડરે છે.
First published: May 21, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading